વિધાનસભામાં હોબાળો…!

વિધાનસભામાં હોબાળો…!
વિધાનસભામાં હોબાળો…!
કોંગ્રેસના ધારાસભ્યોને પણ અગાઉ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે ખેડૂતોને 6 કલાક વીજળી આપીશું. ગુજરાત સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ પણ 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કર્યા બાદ પણ વીજળી મળતી નહીં હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના સભ્યોએ આજે વિધાનસભા પરિસરમાં બેસીને દેખાવો કર્યાં હતાં.કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વીજળી આપો, વીજળી આપોના સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ કર્યો હતો.ગત 15મી માર્ચે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજળીની અછત ઉભી થઇ હોવાથી ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી મળતી નહીં હોવાના આક્ષેપો અને સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસે વિધાનસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતા અધ્યક્ષના આદેશથી સાર્જન્ટોએ તેમને ટીંગાટોળી કરીને ગૃહની બહાર કાઢ્યા હતા. કોંગ્રેસના બાકીના ધારાસભ્યોએ પણ આ વર્તનનો વિરોધ કરીને વોકઆઉટ કર્યો હતો.

વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોને પુરતી વીજળી અપાતી નહીં હોવાના મુદ્દે પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે સરકારે પ્રશ્નના જવાબમાં છેલ્લા બે વર્ષમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં 3265 મેગાવોટનો વધારો થયો હોવાનું જણાવ્યું છે પણ સામાજિક આર્થિક સમિક્ષામાં રાજ્યમાં બે વર્ષમાં માત્ર 240 મેગાવોટનો વધારો થયો હોવાનું જણાવાયું છે. જેથી સરકાર સાચો જવાબ આપતી નથી.

Read About Weather here

જો ક્ષમતા વધી હોય તો વીજળીની શોર્ટેજ કેવી રીતે થઇ, તમે ખેડૂતોને દિવસે વીજળી તો આપી શકતા નથી.તે સમયે ધારાસભ્ય નિરંજન પટેલે કહ્યું હતું કે સરકાર દેવું વધારે છે પણ પાવર હાઉસ ઉભા કરવા દેવું વધાર્યું હોત તો ખેડૂતોને પુરતી વીજળી આપી શકાતી હોત. છતાં પણ ગઇકાલે 14મી માર્ચના રોજ 18114 મેગાવોટ વીજળી પુરી પાડવામાં આવી હતી. આ ઘટ બે ત્રણ દિવસમાં પુરી થઇ જશે. તે સમયે રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી મુકેશ પટેલે જવાબ આપતા કહ્યું હતું કે અગાઉ કોલસાની વૈશ્વિક તંગીને કારણે મુશ્કેલી ઉભી થઇ હતી જ્યારે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે ગુજરાતમાં વીજળીની શોર્ટેજ ઉભી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here