સુરત ગ્રીષ્મા હત્યા કેસ

સુરત ગ્રીષ્મા હત્યા કેસ
સુરત ગ્રીષ્મા હત્યા કેસ
અત્યાર સુધીની જુબાનીમાં જણાવ્યું હતું કે, ગ્રીષ્માને મારી નાખી હોવાનો ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હોવાનું અને હત્યાનો વીડિયો ઓરિજિનલ હોવા સાથે કોઈ ચેડાં કરાયાં ન હોવાની જુબાની આપવામાં આવી છે. સુરતના પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં એફએસએલના બે અધિકારીની જુબાની લેવાઇ હતી. જોકે કોર્ટેનો સમય પૂરો થતાં હવે સર અને ઉલટ તપાસ આજ રોજ લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ગત રોજ ટ્રાયલ દરમિયાન હત્યાનો વધુ એક વીડિયો રજૂ કરાયો હતો. જેમાં ગ્રીષ્મા બચવાનો પ્રયાસ કરી રહી હતી. લોકો તેને છોડી દેવાનું કહેતા હતા. પરંતુ ફેનિલે ગળા પર બે વાર ચપ્પુ ફેરવ્યા બાદ ત્રીજા ઘાએ પતાવી દીધી હતી.આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખએ સ્થળ પર પંચનામું ન થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એફએસએલના અધિકારીની સર અને ઉલટ તપાસ બાદ સરકાર પક્ષે ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરાય એવી શક્યતા છે. આગળ જતાં આરોપીનો વધારાનું સ્ટેટમેન્ટ લેવાશે.

અત્યાર સુધી 100થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઇ ગઇ છે.આજે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખ હાજર રહ્યા હતા. એફએસએલના બંને અધિકારીની જુબાની લેવાઇ હતી. હવે આજે મોબાઈલ કંપનીના અધિકારીની પણ જુબાની લેવામાં આવનાર છે. આ સાથે જ સરકાર ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરે તેવી શક્યતા છે.

Read About Weather here

ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here