UPમાં આજે ‘યોગી’નો રાજ્યાભિષેક…!

યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય...!
યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય...!
યોગી આદિત્યનાથ શુક્રવારે એટલે કે આજે બીજીવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. લખનૌના અટલ બિહારી વાજપેયી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (એકાના સ્ટેડિયમ)માં સાંજે 4 વાગ્યાથી શપથ સમારોહની શરૂઆત થશે. આ સમારોહમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રિય મંત્રીઓ હાજર રહેશે.ભાજપશાસિત 12 રાજ્યોના સીએમ અને 5 ડેપ્યૂટી સીએમ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સિવાય યોગીએ શપથ સમારોહ માટે ઘણા વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.આ પહેલાં ગુરુવારે લખનૌમાં યોજાયેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં ઉત્તર પ્રદેશના પ્રખ્યાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. યોગીએ કહ્યું કે, રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર એક જ પાર્ટીના નેતા સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે.

મારી પાસે કોઈ વહીવટી અનુભવ નહોતો પરંતુ પાર્ટીએ 2017માં મારા પર વિશ્વાસ કર્યો અને આજે PM મોદીના નેતૃત્વમાં યુપી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે.ગુરુવારે યોગી આદિત્યનાથે 50 નેતાઓને ચા માટે આમંત્રણ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી સરકાર 2.0ની નવી કેબિનેટમાં 45થી 46 મંત્રીઓ શપથ લઈ શકે છે.

Read About Weather here

તેમાંથી 16થી 17 જૂના મંત્રીઓને યોગી કેબિનેટમાં સ્થાન મળવાની આશા છે. બીજી તરફ આ વખતે લગભગ 20 જેટલા નવા ચહેરાઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે કેશવ પ્રસાદ મૌર્ય ફરીથી ડેપ્યૂટી સીએમ બની શકે છે. તેનું કારણ એ છે કે, ભાજપ સપા અને અન્ય વિપક્ષી દળોના ઓબીસી વર્ગની અવગણના કરવાના આક્ષેપોમાં ઘેરાવા નથી માગતી.આ સાથે જ પાર્ટી સરકારની જગ્યાએ દિનેશ શર્માને સંગઠનમાં મોટી ભૂમિકા આપી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here