રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મોટી દીકરી ડૉ. મારિયા વોરન્તસોવા(36)ના લગ્ન તૂટી ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ત્યારે સામે આવ્યા છે જ્યારે પુતિન યુક્રેનથી યુદ્ધને લઈને સતત ચર્ચામાં છે.જાણકારી મુજબ મારિયાના તલાક થઈ ગયા અને હવે બંને અલગ થવા જઈ રહ્યાં છે. મારિયાના લગ્ન એક ડચ બિઝનેસમેન સાથે થયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
બંનેના 2 બાળકો છે.જો કે હાલ આ લગ્ન કયા કારણસરથી તૂટ્યાં તે વિગત સામે આવી નથી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આ લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાનું કારણ સામે આવી રહ્યું છે. આ યુદ્ધની સીધી અસર પુતિનના પરિવાર પર પણ જોવા મળી રહી છે. આ ખુલાસો રશિયાના ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ સર્ગેઈ કાનેવે કર્યો છે.
રિપોર્ટ્સ મુજબ પુતિનની મોટી દીકરી મારિયા બાળકોમાં થનારી દુર્લભ આનુવંશિક બીમારીઓની ડોકટર છે. સાથે જ તે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયમાં નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર એન્ડોક્રાઈનોલોજીમાં પ્રમુખ રિસર્ચર પણ છે. યુદ્ધ વચ્ચે એવા સમાચાર પણ આવ્યા હતા કે રશિયાના રાષ્ટ્રપતિએ પોતાના પરિવારને એક AC અંડરગ્રાઉન્ડ જગ્યાએ મોકલી દીધા છે
Read About Weather here
જ્યાં પરમાણુ હથિયાર પણ તેમનું કંઈ ન બગાડી શકે. રશિયાના એક પ્રોફેસરે આ દાવો કરતા કહ્યું હતું કે પુતિને પોતાના પરિવારને સાઈબેરિયાની એક સીક્રેટ જગ્યાએ મોકલી દીધાં છે. મારિયા પૈસાદાર વિદેશીઓ માટે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં એક એલીટ મેડિકલ સેન્ટર ખોલવા માગે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here