સિંહની પજવણી ભારે પડી…!

સિંહની પજવણી ભારે પડી…!
સિંહની પજવણી ભારે પડી…!
આ સિંહ ગામની નાનકડી શેરીઓમાં જીવ બચાવવા માટે દોડધામ કરતો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ફાસરિયા ગામમાં સિંહની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં એક શખસ સિંહની પાછળ પોતાની કાર દોડાવી એને પરેશાન કરી રહ્યો હતો. આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ વન વિભાગ દ્વારા જુદી જુદી દિશામાં એની ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન વન વિભાગની ટીમે એક શખસને ઝડપી પાડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જાફરાબાદ વનવિભાગની ટીમે કાર ચાલકને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યા તેના જામીન ના મંજુર થયા હતા.વન વિભાગને આ વીડિયો ફાસરિયા ગામનો હોવાની માહિતી મળતાં પાલિતાણા શેત્રુંજી ડિવિઝન DCF જયન પટેલ, ACF સહિત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ વન વિભાગની ટીમ જુદી-જુદી દિશામાં ગ્રામ્ય વિસ્તારમાં વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. જાફરાબાદ રેન્જના આર.એફ.ઓ. જી.એલ.વાઘેલાની ટીમને સમગ્ર વીડિયો મામલે સફળતા મળી છે.

પોલીસે જપ્ત કરેલી કાર.

વન વિભાગની ટીમને માહિતી મળતાં કૌશિક ઘુસાભાઈ સાવલિયા, રહેવાસી નિંગાળા ગામ તાલુકો ખાંભાવાળાને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. એમાં તેણે કબૂલાત આપતાં જાફરાબાદ રેન્જ દ્વારા તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.જાફરાબાદ વનવિભાગની ટીમે સિંહની પજવણી કરી રહેલા કાર ચાલકને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યા તેના જામીન ના મંજુર થયા હતા.

જેથી આરોપીને અમરેલી જિલ્લા જેલના હવાલે કરવામાં આવ્યો છે. આગામી 7 એપ્રિલ સુધી આરોપી જેલમાં જ રહેશે.પજવણી કરનાર શખસ કૌશિક સાવલિયા ઉના શહેરમાં કાપડની દુકાન ધરાવે છે અને વેપાર-ધંધા સાથે સંકળાયેલો છે. તેની સ્કોડા કાર પણ વન વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. હાલ તો સિંહની પજવણી કરવી તેને ભારે પડી ગઈ

Read About Weather here

જાફરાબાદ રેન્જના આર.એફ.ઓ.વાઘેલાએ જણાવ્યું હતું કે સિંહ એક શાંત સ્વભાવનું પ્રાણી છે. મારી લોકોને અપીલ છે કે સિંહોનો વીડિયો ના ઉતારો તેમજ જો એની પજવણી કરવાની ઘટના સામે આવશે તો વન વિભાગ કાર્યવાહી કરશે.એને હેરાન કરવું ન જોઈએ. રસ્તા પર સિંહ જોવા મળે તો બાજુમાંથી પસાર થઈ નીકળી જવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here