રાજકોટનાં વિખ્યાત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણી અને પક્ષીઓને ગરમીથી બચાવવાનો વ્યાયામ

રાજકોટનાં વિખ્યાત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણી અને પક્ષીઓને ગરમીથી બચાવવાનો વ્યાયામ
રાજકોટનાં વિખ્યાત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણી અને પક્ષીઓને ગરમીથી બચાવવાનો વ્યાયામ

વન્ય પ્રાણીઓ માટે પાણીનાં વિશાળ તળાવ બનાવાયા, પાણી છાંટવા ફુવારા સિસ્ટમ, બરફનાં ટુકડા આરોગી વાઘ, રીંછ જેવા પ્રાણીઓ ગરમી ભગાડવાના પ્રયાસમાં
વાંદરાને પણ ગળાનો શોષ દૂર કરવા બરફ આરોગવાનું ફાવી ગયું, પક્ષીઓ અને પ્રાણીઓને રક્ષણ આપવા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને ઝૂ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામીની સુંદર કામગીરી

મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાન સૌરાષ્ટ્રભરના પર્યાવરણપ્રેમીઓ તથા પ્રવાસીઓને હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજાઓ તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. દર વર્ષે અંદાજીત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવે છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 59 પ્રજાતિઓના કુલ 477 વન્ય પ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

સિંહ, વાઘ, દીપડા, રીંછ વિગેરે જેવા મોટા કદના પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ(તળાવ) બનાવવામાં આવેલ છે. આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોન્ડના પાણીમાં બેસી રહે છે અને ગરમીથી રાહત મેળવે છે. તેમજ પાંજરામાં વાતાવરણ ઠંડુ રહે તે માટે પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર(ફુવારા) સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે. ઉનાળામાં બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. તદુપરાંત રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ તમામ પાંજરાઓની અંદર પૂરતી સંખ્યામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે.

જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરી, શેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પાંજરામાં વાતાવરણ ઠંડુ રહે તે માટે પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર(ફુવારા) સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે.તમામ પ્રકારના હરણના પાંજરાઓમાં પુરતા પ્રમાણમાં વૃક્ષો દ્વારા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સાબર, હરણ માટે તેઓની પ્રકૃતિ અનુસાર ખાસ પ્રકારના મડ પોન્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગરમીના સમયે સાબર મડ પોન્ડમાં બેસી, ગરમીથી રાહત મેળવે છે.

Read About Weather here

પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેના તમામ વન્ય પ્રાણી-પક્ષીઓને જુદી-જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામ વન્ય પ્રાણી-પક્ષીઓની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર તમામ વન્ય પ્રાણી-પક્ષીઓની ખાસ સંભાળ રાખવામાં આવે છે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here