આ મહિલા ઓફિશ્યલી છે ચુડેલ…!

આ મહિલા ઓફિશ્યલી છે ચુડેલ...!
આ મહિલા ઓફિશ્યલી છે ચુડેલ...!
પહેલી વખત ઇંગ્લેન્ડમાં તેને ગામની ચુડેલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેના ટેકસ ભરવાના ફોર્મમાં પણ તે આ શબ્દનો ઉલ્લેખ કરી શકે છે. ઇંગ્લેન્ડની કોર્નવોલ નામની કાઉન્ટીના સેન્ટ બુરિયન ગામમાં રહેતી ૭૧ વર્ષની મહિલા ચુડેલ તરીકેની કામગીરી કરતી આવી છે.  સામાન્ય રીતે ચુડેલ એક જાદુઈ શકિત ધરાવતી મહિલા માટે ઉપયોગમાં લેવાય છે, જે સામાન્ય રીતે કાળાં કપડાં પહેરીને સાવરણી પર બેસીને હવામાં ઊડીને દુષ્ટ કામ કરતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ એક જૂની માન્યતા છે. સ્ત્રીઓ માટે અપમાનજનક શબ્દ તરીકે પણ ચુડેલ શબ્દનો ઉલ્લેખ થાય છે. ફિલ્મો, નાટકો અને નવલકથામાં ચુડેલનું વર્ણન પણ આવું જ કરવામાં આવ્યું છે. જોકે જાદુની આ કલા અને મેલી વિદ્યા વિશેની ધારણા અને માન્યતામાં ફેરફાર થતા રહે છે.હેરી પોટરની ફિલ્મે ડાકણ તરીકે જાણીતી આવી મહિલાઓ વિશેની માન્યતાને કેટલીક હદે બદલી પણ છે, જેમાં તેમને મનુષ્યો કરતાં અલગ બતાવવામાં આવી હતી, પરંતુ તેઓ મનુષ્યોની જેમ જ પ્રેમ, કરુણા, મિત્રતા અને વફાદારી બતાવે છે.

Read About Weather here

જેઓ હેરી પોટરની જેમ જાદુઈ, અલૌકિક અને વિચિત્ર વસ્તુમાં રસ ધરાવે છે તેમને ૭૧ વર્ષની મહિલાને ‘ગામની ચુડેલ’ શબ્દનો ઉપયોગ કરવા માટેનો અધિકાર મળતાં ચોક્કસ ખુશ થશે. આ મહિલા છેલ્લાં ૩૦ વર્ષથી ટેરો કાર્ડ વાંચવા, ધાર્મિક વિધિઓ, સમુદ્રી જાદુ જેવી પરંપરાગત સર્વિસ આપે છે.આ મહિલા રિટર્ન ફાઇલ કરતી વખતે પોતાના વ્યવસાયમાં લાગતા ખર્ચનો દાવો પણ કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here