કાલે વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ: 265 યજ્ઞકુંડ-2200 યજમાનો

કાલે વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ: 265 યજ્ઞકુંડ-2200 યજમાનો
કાલે વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ: 265 યજ્ઞકુંડ-2200 યજમાનો

રાજકોટમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કારધામ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો કાલથી દિવ્ય પ્રારંભ
તા.24-25મીએ ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, તા.27-28મીએ મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ અને પ્રેમવતી ઉપહાર ગૃહનું ઉદ્ધાટન
તિરૂપતિ પાર્ક, સોરઠીયાવાડી, શ્રધ્ધાપાર્ક અને સંસ્કારધામનું નિર્માણ સંપન્ન થતાં પ્રતિષ્ઠા મહોત્સવ

આજના કલુષિત કાળમાં વિશ્ર્વફલકે અક્ષરધામ જેવા 1300 થી અધિક મંદિરો રચીને વિશ્ર્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષનું યુગકાર્ય કર્યું છે. તેઓએ રચેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર એટલે એક એવું તીર્થસ્થાન જ્યાં બાળકો શિક્ષણ અને સંસ્કારના પાઠ શીખે છે, યુવાનો સેવા અને સંયમથી ઉજ્જવળ ભાવિ ઘડે છે, વડીલો સત્સંગ અને સુહ્યદભાવથી સ્થિરતા ધરે છે, મહિલાઓ ભક્તિ અને સંસ્કૃતિના શણગાર સર્જે છે, જ્યાં પર્વો-ઉત્સવોની ઉજવણી દ્વારા હિંદુ સંસ્કૃતિનું સંવર્ધન થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વર્ષે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી રાજકોટ ખાતે તિરૂપતિપાર્ક, સોરઠીયાવાડી, શ્રદ્ધાપાર્ક, પ્રમુખવાટિકા વિસ્તારમાં ચાર સુંદર સંસ્કારધામોનું નિર્માણ થયેલ છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે તા. 23ને બુધવારે સવારે 6 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ પર ભવ્ય વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ યોજાશે. તા. 24 અને 25 માર્ચ, ગુરુવાર અને શુક્રવારે સાંજે 4 થી 7 દરમ્યાન રાજકોટના રાજમાર્ગો પર ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. તા. 27 અને 28 માર્ચ, રવિવાર અને સોમવારે સવારે 7 કલાકે પ્રગટ ગુરૂહરિ પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા પૂજિત થયેલ મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ, બી.એ.પી.એસ.ના વરિષ્ઠ અને વિદ્વાન સંતોના વરદ હસ્તે સંપન્ન થશે. સાથે શુદ્ધ, શાકાહારી અને સ્વાદિષ્ટ વાનગીઓ ભક્તો-ભાવિકોને પ્રાપ્ત થાય એવું રાજકોટના નજરાણા સમાન સુંદર પ્રેમવતી ઉપહાર ગૃહનો પણ આરંભ થશે.

પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે આવતીકાલ બુધવારે સવારે 6 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ પર ભવ્ય વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ યોજાશે જેની અત્યારે સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ કરાવવામાં આવશે. યજ્ઞમાં ત્યાગ, બલિદાન, શુભકર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થો, મૂલ્યવાન પૌષ્ટિક દ્રવ્યોને આગ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારના કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. યજ્ઞમાં હવન થયેલા પદાર્થો વાયુભૂત થઇ જીવ-પ્રાણી માત્રને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણમાં સહાયક બને છે.

Read About Weather here

યજ્ઞકાળમાં ઉચ્ચારિત વેદમંત્રોનો પુનિત ધ્વનિ આકાશમાં વ્યાપ્ત થઈ લોકોનાં અંત:કરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે. કુલ 265 યજ્ઞકુંડમાં 2200 યજમાનો હિંદુધર્મની વૈદિક પરંપરા સાથે આ યજ્ઞવિધિમાં જોડાશે.આ મંદિર પ્રતિષ્ઠા ઉપક્રમે આયોજિત વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ, ઠાકોરજીની શોભાયાત્રા અને પ્રતિષ્ઠા સમારોહમાં સપરિવાર પધારવા માટે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી અને સમસ્ત સંતમંડળ તરફથી સૌને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here