આજે વિશ્ર્વ જળ દિવસ: પાણી બચાવીએ,જીવન બચાવીએ

આજે વિશ્ર્વ જળ દિવસ: પાણી બચાવીએ,જીવન બચાવીએ
આજે વિશ્ર્વ જળ દિવસ: પાણી બચાવીએ,જીવન બચાવીએ
પાણી આપણા માટે એક એવો વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે. પાણી વગર જીવન શક્ય નથી. કહેવાય છે કે, મનુષ્ય ખાધા વગર તો રહી શકે છે પરંતુ પાણી વગર જીવત ન રહી શકે. જો કે, લોકોને આ વાત સમજમાં નથી આવતી અને તે પાણીને બચાવીને રાખવાની જગ્યાએ વ્યર્થ કરવામાં વ્યસ્ત થઇ રહ્યા છે. લોકો પાણીનું મહત્ત્વ સમજવાનું છોડી ચુક્યા છે. વિશ્વને પાણીની જરૂરત સમજાવાના હેતુથી જ વિશ્ર્વ જળ દિવસ મનાવવાની પ્રથા શરૂ થઇ છે. ફિલોસોફર થેલ્સે કેટલાય વર્ષો પૂર્વે કહ્યુ હતુ કે પાણી જ તમામ ભૌતિક વસ્તુઓનું કારણ અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે પરંતુ હવે લોકો આ વાતને મહત્ત્વ નથી આપી રહ્યા. આ કારણથી દર વર્ષે વિશ્ર્વ જળ દિવસ મનાવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

22 માર્ચ ‘વિશ્ર્વ જળ દિવસ’ નિમિત્તે રાજ્યની જળ સ્થિતિનો ચિતાર જોઈએ તો એ ચિંતાજનક કહી શકાય. ગુજરાતમાં માનસિકતા એવી છે કે વરસાદ સારો વરસ્યો છે, ડેમ ભરાઈ ગયા છે તો પાણી છૂટથી વાપરો, પણ પાણીને કેવી રીતે બચાવવું, કેવી રીતે કરકસરથી વાપરવું, એ કોઈ વિચારતું નથી અને એટલે જ પાણીની તંગી થાય છે. ખાસ કરીને લોકો ટપકતા નળ રીપેર કરાવતા નથી. રોજ સ્કૂટર અને કાર સાફ કરાવે છે. એમાં પણ પાણી ખૂબ વપરાય જાય છે.

Read About Weather here

આપણે ટપકતા નળમાંથી પાણી વહેતું અટકાવી શકીએ. આપણે રોજ વાહન સાફ ન કરાવીએને બે દિવસે એકવાર સાફ કરાવીએ તોપણ ઘણો ફેર પડે. જરૂર ન હોય તો ણ બે-ત્રણ બાલટીથી લોકો સ્નાન કરે છે. વધારે સમય ફ્લશ ચાલુ રાખે છે. લોકોએ એ સમજવું પડશે કે જો પોતે અત્યારે પાણી બચાવવાનો પ્રયાસ કરશે તો તેમનાં બાળકોને, ભાવિ પેઢીને પાણી નસીબ થશે. યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્ર્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્ર્વના અમુક પ્રદેશો પાણીની તીવ્ર અછતથી પીડાઈ રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિને વકરતી અટકાવવા માટે પાણીનો બચાવ કરવામાં નહીં આવે તો વિશ્ર્વ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે તેમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here