સંમેલનમાં બાવળિયા-મુંજપરાને ’NO ENTRY’: ફતેપરા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટમાં કોળી સમાજનું સંમેલન યોજાશે
સૌરાષ્ટ્રની 54 બેઠક પર કોળી-ઠાકોર સમાજના નિર્ણાયક મતદારો, આગામી દિવસોમાં કોળી સમાજના આગેવાનો સાથે બેઠક કરીશ: ફતેપરા

ભાજપનાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોળી સમાજનું સંમેલન યોજાશે. જેમાં સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોને એકત્ર કરી રાજકોટમાં સંમેલન યોજાશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ અમારા સમાજને ટિકિટ મળે તેવી માંગ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

મેં કુંવરજીભાઈ સાથે સમાધાન કર્યું નથી અને સમાધાન થાય એવું લાગતું પણ નથી, મારા સંમેલનમાં કુંવરજીભાઈ અને મહેન્દ્ર મુંજપરાને નો એન્ટ્રી આપવામાં આવી છે.
દેવજી ફતેપરાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે કોઈ પણ સમાજ અધિકાર છે તેના હક્ક માટેનો. ગુજરાતમાં કોળી-ઠાકોર સમાજની વસ્તી સૌથી વધુ છે. અમે પણ સમાજના આગેવાન અને નેતા છીએ.

Read About Weather here

અમને પણ અમારા સમાજના લોકો સવાલો પૂછતા હોય છે કે, આપણા સમાજનું મોટામાં મોટું મતદાન છે. સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 54 સીટ છે. આ તમામ સીટ પર કોળી-ઠાકોર સમાજના નિર્ણાયક મતદારો છે. આ મતદારો ઝુકાવી પણ શકે અને હરાવી પણ શકે. આવનારા દિવસોમાં અમારે અને સમાજે શું નિર્ણય કરવો, શું કરવું તે જાહેર કરવામાં આવશે.
બે દિવસ પહેલા કોળી-ઠાકોર સમાજનું સંમેલન રાજકોટમાં યોજાયું હતું તે અંગે મીડિયાએ સવાલ કરતા ફતેપરાએ જણાવ્યું હતું કે, મને ખબર નથી. આ સંમેલનમાં કુંવરજીભાઈ પણ હાજર રહ્યા નહોતા. કુંવરજીભાઈ મારાથી દૂર રહે છે તે અંગે તેને જ પૂછો તો સારું. આ અંગે મારે કંઇ કહેવું નથી. આવનારા દિવસોમાં કોળી સમાજના મુખ્ય આગેવાનો સાથે બેઠક

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here