ફાર્મ હાઉસમાં દીપડાના પરિવારે  ‘પાર્ટી’ કરી…!

ફાર્મ હાઉસમાં દીપડાના પરિવારે  'પાર્ટી' કરી…!
ફાર્મ હાઉસમાં દીપડાના પરિવારે  'પાર્ટી' કરી…!
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં દીપડાનું પરિવાર દેખાયું હતું. ફાર્મ હાઉસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં દીપડાના પરિવારની મોજ મસ્તી કેદ થઇ ગઈ હતી. નર અને માદા દીપડા સિવાય દીપડાના બે બચ્ચા પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ખુબ જ ઓછા કિસ્સામાં દીપડો પરિવાર સાથે જોવા મળતો હોય છે. કેમ કે બચ્ચાના જન્મ પછી માદા હંમેશા બચ્ચાઓની સારસંભાળ રાખતી હોય છે. ફાર્મ હાઉસમાં આશરે દોઢથી બે કલાક સુધી દીપડાનું પરિવાર રહ્યું હતું અને ત્યારબાદ પોતાના રસ્તે ચાલ્યા ગયા હતા.

Read About Weather here

આ વિસ્તારમાં ચાર નહીં પણ 6 જેટલા દીપડાઓ ફરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. ફાર્મ હાઉસના માલિકે વનવિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમને જાણ કરવામાં આવતા તેઓ પોતાના સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી આ દીપડાના પરિવારને પકડવાની તજવીજ હાથ ધરી છે.  આ દીપડાઓને પકડવા માટે વનવિભાગ સહિત ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમપણ કામગીરી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here