રશિયા-યુક્રેન યુદ્ધનો 27મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધનો 27મો દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધનો 27મો દિવસ
જર્મન વિદેશમંત્રીએ યુરોપિયન યુનિયનને 80 લાખ યુક્રેની શરણાર્થીઓ માટે તૈયાર રહેવા કહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધનો આજે 27મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ NATOને સ્પષ્ટ અંદાજમાં સવાલ પૂછ્યો છે કે NATO સ્પષ્ટ કરે કે યુક્રેનને પોતાના અલાયન્સમાં સ્થઆન આપે છે કે નહીં? સત્ય એ છે કે તેઓ રશિયાથી ડરે છે. જ્યારે યુક્રેનના વિદેશ મંત્રાલયે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ડોનબાસના ડોનેત્સ્ક અને લુહાન્સ્કથી લગભગ 2500 યુક્રેની બાળકોને કિડનેપ કરીને રશિયા મોકલવાનો આરોપ લગાવ્યો છે.બીજીતરફ, યુક્રેન યુદ્ધના કારણે યુરોપમાં શરણાર્થી સંકટ સતત ઘેરું બનતું જાય છે.UNHRCના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોને દેશની અંદર અને બહાર શરણાર્થી તરીકે શિફ્ટ કરવામાં આવ્યા છે.છેલ્લા 26 દિવસથી રશિયન સેનાના ભીષણ હુમલાઓ ખમી ખાતા યુક્રેનની સરકારના ડોનેત્સ્ક રિજનલ મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડાએ જણાવ્યું હતું કે યુક્રેનના અવદિવકા શહેર અને તેની આસપાસના વિસ્તારો પર રશિયન સેનાએ ભીષણ હુમલો કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ શહેર પર રશિયા દ્વારા બોમ્બવર્ષાના કારણે કેવો વિનાશ વેરાયો છે તેનો ચિતાર તેમણે આપ્યો હતો. ઠેરઠેર ઈમારતો કાટમાળમાં ફેરવાઈ છે અને અનેક સ્થળે આગની જ્વાળાઓ જોવા મળી છે. રશિયાના આ હુમલામાં દ્વિતિય વિશ્વયુદ્ધના સ્મારકોને પણ નુકસાન પહોંચ્યું છે. જ્યારે અહીં ટોરેત્સ્ક નગરની નજીક દ્વિતિય વિશ્વયુદ્ધ સમયે જર્મનીની નાઝી સેના સામે લડનારા રેડ આર્મીના સૈનિકોની સામુહિક કબર પણ છે, તેને પણ રશિયન હુમલામાં નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે. યુક્રેન પર રશિયાના એટેક દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકાના પ્રાઈવેટ સેક્ટરને રશિયન સાઈબર એટેક સામે સતર્ક રહેવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા વિરુદ્ધ રશિયા દ્વારા મેલિશિયસ સાઈબર એક્ટિવિટી શરૂ કરી શકે છે. બાઈડેને કહ્યું હતું કે પ્રાઈવેટ સેક્ટર આ મામલે સહયોગ આપે એ જરૂરી છે કેમકે ફેડરલ ગવર્નમેન્ટ આ પ્રકારના ભય વિરુદ્ધ એકલા હાથે લડી શકે નહીં.રશિયાએ પોતાના દેશમાં ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.

મેટાને પણ કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું છે. રશિયાની એક કોર્ટે મેડાને લગતી સુનાવણી કરતી વખતે કટ્ટરવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી રશિયામાં ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ ઉપર પ્રતિબંધ માટે આદેશ આપ્યો હતો. જોકે કોર્ટે વ્હોટ્સએપ ઉપર એમ કહીને પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કર્યો હતો કે તે કોઈ સોશિયલ પ્લેટફોર્મ નથી.રશિયાએ અમેરિકાના રાજદૂતને કહ્યું કે US રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અંગે જે ટીપ્પણી કરવામાં આવી છે તેને લીધે બન્ને દેશ વચ્ચેના સંબંધો તૂટી જવા નજીક પહોંચી ગયા છે. રશિયાએ અમેરિકાના રાજદૂતને સમન પાઠવી આ અંગે ફરિયાદ નોંધાવી છે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુરોપિયન નેતાઓને ક્રેમલિનની ચેતવણી વચ્ચે રશિયા સાથે તમામ પ્રકારના વ્યાપારને બંધ કરવા આહવાન કર્યું છે. રશિયાએ કહ્યું છે કે વધારે પ્રમાણમાં પ્રતિબંધથી સૌને અસર થઈ શકે છે.

Read About Weather here

એક વીડિયોમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે કૃપા કરી રશિયાને યુદ્ધના હથિયારો ન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.અનેક દેશોએ રશિયા ઉપર પ્રતિબંધની જાહેરાત બાદ દેશની સૌથી મોટી ડેરી કંપની Danone,કોકા કોલાએ પોતાનો કારોબાર સમેટી લેવાની જાહેરાત કરી છે. પગરખાના કારોબાર સાથે સંકળાયેલી અમેરિકાની કંપની Nike તથા હોમ ફર્નિશિંગ સાથે જોડાયેલી સ્વીડિશ કંપની IKEAએ પણ રશિયામાં પોતાના સ્ટોર હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી ચુક્યા છે.રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલી જંગલમાં યુક્રેનના અલગાવવાદી કમાન્ડર સર્ગેઈ માશકિનની હત્યા કરી નખાઈ છે. તે અલગાવવાદી ગુટ DPRનો કમાન્ડર હતો. આ ઉપરાંત યુક્રેનને રશિયાના અલ્ટીમેટમ પર મૌન તોડ્યું છે. યુક્રેનના સશસ્ત્ર દળોનું કહેવું છે કે રશિયાના સૈનિકોએ દક્ષિણી શહેર ખેરસોનમાં વિરોધ પ્રદર્શનકારીઓની એક રેલીને વિખેરવા માટે બળ પ્રયોગ કર્યો હતો. આ મામલે કહ્યું છે કે, મારિયુપોલમાં અમે હથિયાર મૂકીશું નહીં.યુક્રેનનું કહેવું છે કે રશિયાના સૈનિકોએ ખેરસોન વિરોધ સમયે લોકો ઉપર બોમ્બ ફેક્યા અને ફાયરિંગ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here