સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થાય તો એજન્સીઓ બ્લેકલિસ્ટ

સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થાય તો એજન્સીઓ બ્લેકલિસ્ટ
સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થાય તો એજન્સીઓ બ્લેકલિસ્ટ
રાજકોટ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે કલેકટર અરૂણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોના નિકાલ માટે સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જસદણ વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા તેમજ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા એ તેમના વિસ્તારમાં જનસેવાના કામો અંગે કરવાની થતી કાર્યવાહી અને તેના નિકાલ માટે રજુ કરેલ પ્રશ્ર્ન અંગે સંબંધિત વિભાગ દ્વારા જવાબ આપી સત્વરે કામગીરી કરવા અંગે ખાતરી આપવામાં આવી હતી.

કલેકટરએ દબાણ હટાવવાની કામગીરી તેમજ ગ્રામ્ય રસ્તાના કામો ઉપરાંત એસટી સેવા અને જુદાજુદા વિભાગો વચ્ચે સંકલન કરીને સોમવાર સુધીમાં જરૂરી અહેવાલ કરવા પણ જણાવ્યું હતું. જે કોન્ટ્રાક્ટ એજન્સીઓ સમયમર્યાદામાં કામ પૂર્ણ ના કરે એમને બ્લેકલિસ્ટ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.

પીવાના પાણીના પ્રશ્ર્નો તેમજ આવશ્યક સેવા અંગે તાલુકા કક્ષાએ પણ સમયાંતરે રીવ્યુ કરવા સૂચના આપવામાં આવી હતી. જુદી જુદી યોજનાઓના ખાસ કરીને સામાજિક સેવા અંગેના લાભાર્થીઓને તાલુકા કક્ષાએ લાભ મળે તે માટે સંબંધિત અધિકારીઓને દરેક તાલુકામાં કેમ્પ કરવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read About Weather here

આ બેઠકમાં ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ધીમંત કુમાર વ્યાસ, રૂરલ એસપી બલરામ મીણા, અધિક કલેકટર ઠક્કર તેમજ પ્રાંત અધિકારીઓ અને સંબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here