રાજકોટ જિલ્લાના 6 તાલુકામાં મોટા તળાવો ઉંડા કરાશે

રાજકોટ જિલ્લાના 6 તાલુકામાં મોટા તળાવો ઉંડા કરાશે
રાજકોટ જિલ્લાના 6 તાલુકામાં મોટા તળાવો ઉંડા કરાશે

ખભે ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી રૈયાણીનો નાગરીકોને અનુરોધ
રાજકોટના ગઢકા ખાતે જીલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન-2022નો શુભારંભ

રાજકોટ જિલ્લા કક્ષાનો “સુજલામ સુફલામ જળ અભિયાન-2022’નો શુભારંભ કાર્યક્રમ ગઢકા ગામે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરની પ્રેરક ઉપસ્થિતિમાં તળાવ ઉંડા કરવાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે, ગુજરાતના ગામડાઓ સુખી હોય, ગામડામાં તમામ સુવિધાઓ હોય ત્યારે ગામડાઓ ટકી શકશે. ગ્રામ વિકાસના કાર્યોમાં જોડાવું એ તમામ ગામવાસીઓની ફરજ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ખેડૂતોની સતત ચિંતા કરે છે અને તેમની આવક બમણી કરવાના સ્ત્રોતો સતત વિકાસ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગામમાં 75 જેટલા અલગ-અલગ વૃક્ષો વાવી ને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીએ. ખભે ખભો મિલાવીને જળસંચયનું કામ કરીશું તો કશું જ અશક્ય નથી.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંગે કહ્યું હતું કે, અશક્યને શક્ય કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વરસાદના પાણીનો સંગ્રહ ખેડૂતોને સમૃદ્ધ કરતી સુજલામ સુફલામ યોજના એ જળ સમૃદ્ધિ, જન સમૃદ્ધિ અને જનસુખાકારીનો સુભગ સમન્વય છે. આપણા દેશના ખેડૂતો જળ સંચયનો ઉપયોગ કરીને સમગ્ર દુનિયાની ભૂખ ભાંગી શકવા સક્ષમ છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં સંગ્રહિત થાય. ટુંક સમયમાં જ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ‘મારૂ ગામ, પાણીવાળું ગામ’ યોજનાનો શુભારંભ કરવામાં આવનાર છે. ત્યારે પાણીનો સંગ્રહ કરીને તેનો સદુપયોગ કરવા બોદરે અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સુજલામ્ સુફલામ્-2022 અંતર્ગત થનારા કાર્યક્રમની રુપરેખા આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ માસ સુધી સિંચાઈના પાણીની પુરતી વ્યવસ્થા છે, તેમજ મે-જુન માસ સુધી પીવાના પાણીની પણ પુરતી વ્યવસ્થા છે. રાજકોટ જિલ્લાના છ તાલુકામાં મોટા તળાવો ઉંડા કરવામાં આવશે તેમજ ચેકડેમોની ઉંડાઈ વધારીને તેનુ રીપેરીંગ કામ પણ કરવામાં આવશે.

આ પ્રસંગે ‘સુજલામ સુફલામ યોજના’ અંગેની ડોક્યુમેન્ટ્રી ફીલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં રૂ. 546.41 લાખના ખર્ચે કુલ 320 કામો કરવામાં આવશે.

Read About Weather here

આ પ્રસંગે સરપંચ કિર્તીબેન બથવાર, અગ્રણીશ્રી મનસુખભાઈ રામાણી, રીજીયોનલ કમિશનર ધીમંતકુમાર વ્યાસ, અધિક કલેક્ટર એન.એફ.ચૌધરી, સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર એચ.સી.ચૌધરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર.ધાધલ, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગમારા, કાર્યપાલક ઇજનેર પ્રેક્ષા ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here