વિખ્યાત કેવડીયા જંગલ સફારીમાં 53 અલભ્ય પક્ષી અને પ્રાણીઓનાં મોત

વિખ્યાત કેવડીયા જંગલ સફારીમાં 53 અલભ્ય પક્ષી અને પ્રાણીઓનાં મોત
વિખ્યાત કેવડીયા જંગલ સફારીમાં 53 અલભ્ય પક્ષી અને પ્રાણીઓનાં મોત

અન્ય દેશોમાંથી અને ભારતમાંથી લાવીને વસાવવામાં આવેલા ખૂબ જ સુંદર અને અલભ્ય એવા પક્ષીઓ અને પ્રાણીઓનાં મોતનાં કારણ અંગે માહિતી જાહેર ન થઇ
વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા અપાયેલી માહિતી ચોંકાવી દેનારી

વિશ્ર્વનાં અલગ-અલગ દેશો અને ભારતનાં જુદા-જુદા પ્રાંતોમાંથી લાવીને નર્મદા તીરે બનાવવામાં આવેલા કેવડીયા જંગલ સફારીમાં વસાવવામાં આવેલા પ્રાણીઓ અને પક્ષીઓ પૈકી 53 જેટલા ખૂબ જ સુંદર અને અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનાં મોત થયા છે. ખૂદ રાજ્ય સરકારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જંગલ સફારીનું લોકાર્પણ કર્યું હતું. મોદીનો પ્રિય આ પ્રોજેક્ટ એમના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે શરૂ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારનાં એક પ્રશ્ર્નનાં જવાબમાં રાજ્ય સરકારે વિધાનગૃહમાં એવી માહિતી આપી હતી કે, અલગ- અલગ દેશોમાંથી અને ભારતનાં ખૂણે- ખૂણેથી 163 જેટલા વિશિષ્ટ જાતિનાં પક્ષીઓ અને પ્રાણીઓ કેવડીયા જંગલ સફારીમાં વસાવવામાં આવ્યા હતા. તેમાંથી 53 જેટલા પ્રાણી અને પક્ષીઓનાં અત્યાર સુધીમાં મોત થયા છે. જેમાંથી 22 જેટલા પક્ષી અને પ્રાણીઓ તો લુપ્ત થતી જતી જાતિનાં હતા.

Read About Weather here

સભ્યનાં બીજા એક પ્રશ્ર્નનાં જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, આવા અલભ્ય પ્રાણી અને પક્ષીને લાવવામાં કુલ રૂ.5.47 કરોડનો ખર્ચ થયો હતો. ત્રણ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી હતી. ગત 2020 અને 21 માં 8.37 લાખ સહેલાણીઓએ કેવડીયા જંગલ સફારીની મુલાકાત લીધી હતી. જેનાથી સરકારને રૂ.15.73 કરોડની આવક થઇ હતી. જંગલ સફારીમાં અગાઉ કદી ભારતમાં જોવા ન મળ્યા હોય તેવા રંગબેરંગી અને અત્યંત સુંદર પક્ષીઓ તથા અલભ્ય પ્રાણીઓ સફારીમાં વસાવવામાં આવ્યા છે. અહીં વિશ્વની સૌથી ઉંચી ગણાતી સરદાર પ્રતિમા પણ છે. જેની આસપાસ જંગલ સફારી બનાવવાનો વિચાર વડાપ્રધાન મોદીએ મુક્યો હતો અને રાજ્ય સરકારે તેનું પાલન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here