બેકાબૂ કાર સીસીટીવીમાં કેદ…!

બેકાબૂ કાર સીસીટીવીમાં કેદ…!
બેકાબૂ કાર સીસીટીવીમાં કેદ…!
ઉલ્લેખનીય છે કે આગળ જતી કારમાં સવાર પરિવારને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ભરૂચ-દહેજ રોડ પર મઢુલી સર્કલ પાસે આગળ ચાલતી કારને બેકાબુ કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જ્યારે અકસ્માત કરનારો કાર ચાલક ટક્કર મારી ઘટનાસ્થળેથી ફરાર થયો છે.ભરૂચ-દહેજ રોડ ઉપર વાહન ચાલકો ગફલતભરી રીતે વાહન હંકારતા હોવાની ઘટનાઓ સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે ભરૂચ-દહેજ બાયપાસ રોડ ઉપરથી એક કાર ચાલક પરિવાર સાથે પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન મઢુલી સર્કલ પાસે સ્પીડ બ્રેકરને પાર કરવા જતાં પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા અન્ય કાર ચાલકે તેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં પરિવારના સભ્યોએ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

Read About Weather here

જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનાના ફૂટેજ નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. નોંધનીય છે કે અકસ્માત અંગે હજુ સુધી કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here