મહામારીનો અંત હજી દૂર છે : WHO

મહામારીનો અંત હજી દૂર છે : WHO
મહામારીનો અંત હજી દૂર છે : WHO
ચીનના નેશનલ હેલ્થ કમિશન પ્રમાણે અહીંના જિલિન શહેરમાં શુક્રવારે બે મોત થયા છે. ઝીરો કોવિડ પોલિસીનું પાલન કરતા ચીનમાં જાન્યુઆરી 2012 પછી કોરોનાથી પહેલું મોત નોંધાયું છે. અહીં ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. AFP (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ના આંકડા પ્રમાણે, દુનિયામાં કોરોનાના ડેલી એવરેજ કેસમાં ગયા સપ્તાહની સરખામણીએ 12 ટકાનો વધારો થયો છે. એટલેકે નવા કેસ વધીને 18 લાખ થઈ ગયા છે. કોરોનાના વધતા કેસ જોઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ શુક્રવારે કહ્યું છે કે, મહામારીનો અંત હજી ઘણો દૂર છે.આ સપ્તાહે ફ્રાન્સમાં કોરોનાના કેસમાં 35%નો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઈટલી અને બ્રિટનમાં 42% કેસમાં વધારો થયો છે. બ્લૂમબર્ગે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જે પ્રમાણે WHO વૈશ્વિક કોરોના મહામારી કેવી રીતે ખતમ કરી શકાય તે વિશે વિચારણાં ચાલી રહી છે. જોકે WHOએ કહ્યું છે કે, આ મહામારી આટલી જલદી ખતમ થાય એવી નથી. આપણે પણ મહામારીની મધ્યમાં જ છીએ.બ્રિટનની હેલ્થ એજન્સીએ શુક્રવારે કહ્યું છે કે, અહીં રોજિંદા સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. કારણકે રિપ્રોડક્શન નંબર (R) 1.1 અને 1.4ની વચ્ચે છે. આ સંખ્યા ગયા સપ્તાહે 0.8થી 1.1ની વચ્ચે છે. R 1.1 અને 1.4 વચ્ચે હોવાનો અર્થ છે કે કોરોના સંક્રમિત 10 લોકો સરેરાશ 11થી 14 લોકોને સંક્રમિત કરી શકે છે.

Read About Weather here

કેનેડાએ પણ કોરોના નિયમોમાં છૂટ આપ્યા પછી વધુને વધુ લોકોને બૂસ્ટર ડોઝ લેવાનું કહ્યું છે. અહીં વૃદ્ધોને બુસ્ટર ડોઝ લેવા માટે વધારે ભાર આપવામાં આવ્યો છે. કેનેડાના ચીફ પબ્લિક હેલ્થ ઓફિસર થેરેસા ટેમે જણાવ્યું છે કે, હાલ આપણે અનિશ્ચિતતા વાળા સમયમાં છીએ. આ દરમિયાન ચીને કોરોનાને રોકવા માટે શહેરોમાં લોકડાઉન લગાવ્યું છે. જેના કારણે કરોડો લોકો તેમના ઘરોમાં બંઘ છે. ચીન અસુવિધાથી બચવા માટે ઝીરો કોવિડ પોલિસીને સરળ બનાવવાના વિકલ્પો શોધી રહી છે. વાયરસ અત્યારે પણ ડેવલપ થઈ રહ્યો છે. તેથી વેક્સિનની સાથે સાથે અપ ટુ ડેટ હોના અને માસ્ક પહેરવો બહુ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here