ફિફા વર્લ્ડ કપમાં અનોખી ટેક્નિક…!

ફિફા વર્લ્ડ કપમાં અનોખી ટેક્નિક…!
ફિફા વર્લ્ડ કપમાં અનોખી ટેક્નિક…!
આ વર્ષે નવેમ્બરમાં ફૂટબોલ ફીવર શરૂ થશે. કતારમાં 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે ફિફા વર્લ્ડકપ રમાશે. પહેલી વખત ફૂટબોલ વર્લ્ડકપ કોઈ ગલ્ફ કન્ટ્રીમાં ખેલાશે. કતાર પણ દુનિયાના તમામ ફૂટબોલ ફેન્સને યુનિક એક્સપિરિયન્સ આપવા માગે છે. તેઓએ તેમના 8 સ્ટેડિયમને એરકન્ડિશન્ડ બનાવ્યાં છે, જે માટે કરોડો ડોલરનો ખર્ચ કર્યો છે.ખાડી દેશોમાં રણ પ્રદેશ વધારે હોય છે આજ કારણ છે કે અહીં તાપમાન અન્ય દેશોની તુલનાએ ઘણું વધારે જોવા મળે છે. એવામાં ખેલાડીઓ અને દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમમાં એરકન્ડિશનર લગાડવામાં આવ્યાં છે.દુનિયામાં આવું પહેલી વખત થઈ રહ્યું છે કે ઓપન એર સ્ટેડિયમને એરકન્ડિશન્ડ બનાવવામાં આવી રહ્યું છે. આ કામને પાર પાડ્યું છે ડૉ. કૂલ નામથી જાણીતા મિકેનિકલ એન્જિનિયર ડૉ. સાઉદ ગનીએ. ગની મુજબ જો સ્ટેડિયમની બહાર તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ હશે તો પણ અંદરનું ટેમ્પરેચર 22 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. ડૉ. ગની જણાવે છે કે- ઓપન એર સ્ટેડિયમ માટે AC ડિઝાઈન કરવું ઘણું જ પડકારજનક હતું.

Visit Saurashtra Kranti Homepage here

ગરમ હવા ઠંડી હવાની તુલનાએ હલકી હોય છે. ગરમ હવા ઉપર જ્યારે ઠંડી હવા નીચે રહે છે. સ્ટેડિયમમાં અમે આ ઠંડી હવાને જ રિસાઈકલ કરીશું.જેને એક ઉદાહરણ સાથે સમજો. જ્યારે એક ગ્લાસમાં પાણી અને તેલ નાખવામાં આવે છે ત્યારે તેલ ઉપર હોય છે કેમકે તે હલકું હોય છે. પાણી નીચે બેસી જાય છે કેમકે તે ભારે હોય છે. આ દરમિયાન ગ્લાસમાં તરી રહેલી માછલી પાણીના ઠંડી સપાટી પર રહે છે. અમે આ ફોર્મ્યૂલા અપનાવી છે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા લોકો અને ખેલાડીઓ ઠંડી હવામાં રહેશે.ગનીના જણાવ્યા મુજબ, આ કિટનું ટેસ્ટિંગ કરતા સમયે તમામ સર્વિસ ગેટ્સ બંધ કરી દીધા હતા.

Read About Weather here

નીચે ઠંડી હવાની એક લેયર બનાવવામાં આવી. ઉપરની ગરમ હવા તેલની જેમ છે, પરંતુ અમે નીચેની ઠંડી હવાને રિસાઈકલ કરીશું, કે જેથી ઉપર ગરમ હવા નીચે રહેલી ઠંડી હવા સાથે મિક્સ ન થઈ જાય. શરૂઆતમાં આ શક્ય લાગતું ન હતું પરંતુ હવે અમે સફળ છીએ.ટેસ્ટિંગ દરમિયાન ગનીએ અનુભવ્યું કે તેમને આખા સ્ટેડિયમને ઠંડું રાખવાની જરૂરિયાત નથી, પરંતુ માત્ર ગ્રાઉન્ડ અને ફેન્સ સ્ટેન્ડ્સને જ કુલ રાખવાનું છે. જે બાદ તેમને સ્પોટ કુલિંગ સિસ્ટમ ડેવલપ કરવાની શરૂ કરી. ફાયદો એ થયો કે માત્ર ટાર્ગેટેડ પોઈન્ટ્સ એટલે કે પસંદગીની જગ્યા ઠંડી રાખવામાં સફળતા મળી.ઘણું રિસર્ચ અને ટેસ્ટિંગ કર્યા બાદ ટીમે એવી ટેક્નોલોજી બનાવી, જેનાથી ફુટબોલની સાઈઝના નોઝલ અને એર ડિફ્યુઝરની મદદથી ખેલાડીઓ અને દર્શકો પર ઠંડી હવા ફેંકી શકાય.ખાસ વાત એ છે કે આર્ટિફિશિયલ કૂલિંગ ટેક્નોલોજીમાં ફિલ્ટ્રેશન સિસ્ટમ પણ છે. ઠીક એવું જ જેવું કારમાં હોય છે. જો હવા દૂષિત છે તો એને સાફ કરી શકાશે.ફિફા વર્લ્ડકપ આ વર્ષે 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે કતારમાં રમાશે. જેમાં 32 ટીમ ભાગ લેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here