કોઠારીયા રોડ પર દબાણો-ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

કોઠારીયા રોડ પર દબાણો-ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું
કોઠારીયા રોડ પર દબાણો-ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

મહાનગરપાલિકાના એકશન પ્લાન વન ડે વન રોડ અંતર્ગત
16 સ્થળોએ દબાણ દૂર કરી અંદાજે 1350 ચો.ફુટ જગ્યા ખુલ્લી કરાઈ

કમિશનર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત કમિશનર દ્વારા રજૂ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.14 તથા 17 માં સમાવિષ્ટ કોઠારિયા મેઈન રોડ પર ફૂટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

કુલ 16 સ્થળોએ દબાણ દૂર કરી અંદાજે 1350 ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ ઉપરાંત વોર્ડ નં.7 માં સમાવિષ્ટ લોહાનગર વિસ્તારમાં જાહેર રસ્તા પર થયેલ 2 ઓરડીનું ગેરકાયદેસર દબાણ પણ દૂર કરવામાં આવેલ છે.

Read About Weather here

આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર સિટી એન્જીનીયર સેન્ટ્રલ ઝોન તેમજ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનિંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here