આડઅસર…?

આડઅસર…?
આડઅસર…?
અહીના દોઢ માસના બાળકને પંચગુણી રસી અપાયા બાદ અચાનક તેની તબીયત લથડી હતી અને અડધી કલાકમા જ અા બાળકનુ મોત થતા તંત્ર દોડતું થઇ ગયુ હતુ. વડીયા તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામે આજે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોને વિવિધ રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. વડીયાના ઢુંઢીયા પીપળીયામા આરોગ્યની ટીમ દ્વારા રાષ્ટ્રીય રસીકરણ મમતા દિવસની ઉજવણી આજે શાળામા કરવામા આવી હતી. અહીના રાહુલભાઇ ચુડાસમા અને તેની પત્ની પોતાના દોઢ માસના બાળકને લઇ રસી અપાવવા પહોંચ્યા હતા. આરોગ્ય તંત્ર દ્વારા અા બાળકને પંચગુણી રસી આપવામા આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રસી અપાયાની થોડીવાર બાદ બાળકની તબીયત લથડી હતી. જેથી તેને વડીયા દવાખાને લઇ જવાયો હતો અને તુરંત રાજકોટ રીફર કરવામા આવ્યો હતો. પરંતુ રસ્તામા જ આ બાળકનુ મોત થયુ હતુ. આબાળકને રસી અપાયા બાદ કોઇ આડ અસર થઇ હોવાની આશંકાએ લોકોમા રોષ ફેલાયો હતો. અહી પેટા આરોગ્ય કેન્દ્ર પર જ લોકોની ભીડ જામી હતી અને લોકોએ રસી કઇ રીતે રાખવામા આવે છે, કઇ રસી કઇ રીતે અપાય છે વિગેરે બાબતે પુછપરછ કરી હતી. જો કે આરોગ્ય તંત્ર દ્વારા આજે અલગ અલગ પાંચ બાળકોને અા વેકસીન આપવામા આવી હતી. જે પૈકી બાકીના ચારેય બાળકોને કોઇ આડ અસર જાેવા મળી ન હતી. બનાવની જાણ થતા વડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. અહી લોકોના ટોળેટોળા પણ એકઠા થયા હતા.

Read About Weather here

અહી તોરીના મેડિકલ ઓફિસર ડો.વિપુલ રાઠોડે જણાવ્યું હતુ કે સામાન્ય રીતે બાળકોને રસી અપાયા બાદ આડ અસરો તો થતી જ હોય છે પરંતુ આ અસરો સામાન્ય હોય છે. પંચગુણી રસી જે ડાબા પગના સાથળ પર આપવાની હોય છે જે છ રોગો સામે રક્ષણ આપે છે. ટીબી, મોટી ઉધરસ, મગજનો તાવ, ન્યુમાેનિયા, ફેફસાના રોગ,વાયરલ ઇન્ફેક્શન વિગેરે સામે રક્ષણ અાપે છે. એટલે તેને પંચગુણી રસી કહેવામાં આવે છે. જે રસીના ત્રણ ડોઝ આપવાના હોય છે. પ્રથમ ડોઝ દોઢ મહીને, બીજો અઢી મહીને અને ત્રીજો સાડા ત્રણ મહીને આપવાનો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here