આજે રાજકોટની સાંજને સલુણી બનાવશે દેશના માન્યવર કવીઓ

આજે રાજકોટની સાંજને સલુણી બનાવશે દેશના માન્યવર કવીઓ
આજે રાજકોટની સાંજને સલુણી બનાવશે દેશના માન્યવર કવીઓ

હમ વ્યાપારી હૈ સ્વપ્નો કે, આંખો મે એક અભિલાષા હૈ, સમજો તો ગાંધી કા ચરખા, વરના મોદી કી ભાષા હૈ: અજાત શત્રુ
સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલાકાતે પધારેલા કવિશ્રી તેમજ મનપાના પદાધિકારીઓ
રાજકોટ મનપા દ્વારા
‘હોલી કે રંગ રાજકોટ કે સંગ’ હાસ્ય કવિ સમેલન યોજાશે

રાજકોટ મનપા દ્વારા હોલી કે રંગ રાજકોટ કે સંગ આજે સાંજે યોજાશે. સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યલયની મુલાકાતે પધારેલા કવિશ્રી અજાત શત્રુ અને મહાનગરપાલિકાનાં પદાધિકારીઓએ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ગુણવત્તાયુક્ત અને ઝડપથી પુરી પાડવા ઉપરાંત અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટના કામોની પણ વખતોવખત ભેટ આપવામાં આવે છે. તદુપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, લોક ડાયરા, રમત ગમત વગેરેના સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા બે વર્ષમાં કોરોના વૈશ્ર્વિક મહામારીએ સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુથી હોળી/ધુળેટી પર્વના ભાગરૂપે આજરોજ હિન્દી હાસ્ય કવિ સંમેલન હોલી કે રંગ, રાજકોટ કે સંગ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે રાત્રે 8:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં કરાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન.મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ), ચિમનભાઈ હપાણી(કિચ ઇન્ડસ્ટ્રીઝ), રાજકોટ બિલ્ડર્સ એસોશિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતાશ્રી વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતાશ્રી ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.

આ હાસ્ય કવિ સંમેલનમાં દેશના ખ્યાતનામ કવિશ્રી અજાતશત્રુ (ઉદયપુર-મંચ સંચાલન), મુંબઈના આશકરણ અટલ, શાજાપુર ફિલ્મી પૈરોડી દિનેશ દેશી ઘી, રતલામના ગીતો કા ઝરણા સુમિત્રા સરલ, હાસ્ય ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ કલાકાર કુલદીપ રંગીલા (દેવાસ-હાસ્યનો બોમ), સરદાર વાહેગુરૂ ભાટિયા (લાફ્ટર ચેમ્પિયન) દ્વારા ધુળેટીના રંગોની જેમ હાસ્યના સપ્તરંગોથી નાગરિકોને ઓળઘોળ કરશે સાથોસાથ શ્રોતાઓને હાસ્યની છોળો સાથે અવનવી કવિતાઓ પીરસશે.

Read About Weather here

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોળી/ધૂળેટી પર્વના અનુસંધાને યોજાનાર હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં શહેરીજનોને માણવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન, પરેશભાઈ પીપળીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન, પરેશભાઈ પીપળીયાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અલાયદી બેઠક વ્યવસ્થા, અદ્યતન સ્ટેજ, હાઇ-ફાઇ સાઉન્ડ સીસ્ટમ સહિતની સુવિધા રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here