પંજાબનાં સૌથી યુવાન વયનાં મુખ્યમંત્રીની સિધ્ધિ મેળવતા ભગવંત માન

પંજાબનાં સૌથી યુવાન વયનાં મુખ્યમંત્રીની સિધ્ધિ મેળવતા ભગવંત માન
પંજાબનાં સૌથી યુવાન વયનાં મુખ્યમંત્રીની સિધ્ધિ મેળવતા ભગવંત માન

શહીદ ભગતસિંહનાં ગામમાં ભગવંત માનની ઐતિહાસિક શપથ વિધિ

પંજાબમાં સતા ગ્રહણ કરીને અભૂતપૂર્વ સિધ્ધિ મેળવનાર આમ આદમી પાર્ટીનાં નેતા અને પંજાબ વિધાનસભા આમ આદમી પક્ષનાં નેતા તરીકે ચૂંટાઈ આવેલા ભગવંત માને આજે શહીદ ભગતસિંહનાં ગામમાં મુખ્યમંત્રી તરીકે ઐતિહાસિક શપથ ગ્રહણ કર્યા હતા. આ રીતે આમ આદમી પાર્ટીએ ચારેતરફ વાસંતી મહેક પ્રસરાવી દીધી હતી અને શહીદોને ખરા અર્થમાં અંજલી આપી હતી. ભગતસિંહનાં ગામ ખાટકરકલાન ખાતે ઐતિહાસિક શપથવિધિ સમારંભ યોજાયો હતો. વાસંતી રંગ એટલે કે પીળા રંગની પાઘડીઓથી આખા ગામમાં વાસંતી કેસરી રંગ છવાઈ ગયો હતો. મુખ્યમંત્રી કેજરીવાલ, નવા નિયુક્ત મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચઢ્ઢા વગેરે આગેવાનો વાસંતી રંગની પાઘડીઓમાં ઓફ્તા હતા. હાજર તમામ લોકોએ પણ પીળી પાઘડીઓ ધારણ કરી હતી. જે શહીદીનો રંગ ગણવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

બહેનોએ પણ બસંતી રંગમાં રંગાઈને દુપટ્ટા ધારણ કર્યા હતા. સ્ટેજ અને સમગ્ર ગામનો શણગાર પણ એ જ રંગમાં કરવામાં આવ્યો હતો.ભગવંત માને જણાવ્યું હતું કે, અહીં હું એકલો શપથ લઇ રહ્યો નથી પણ મારે સાથે પંજાબની 3 કરોડની જનતા પણ શપથ લઇ રહી છે. ક્રાંતિકારી ભગતસિંહ પણ પીળા રંગની પાઘડી જ પહેરી રાખતા હતા. એમને યાદ કરતા મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, હું અને પંજાબની જનતા સાથે મળીને આખા પંજાબને ભગતસિંહનાં રંગમાં રંગી દેશું. આપનાં નેતા રાઘવ ચઢ્ઢાએ ટ્વીટ કર્યું હતું કે, પંજાબનાં ઈતિહાસમાં આજનો દિવસ મહત્વપૂર્ણ દિવસ છે.

Read About Weather here

શહીદ ભગતસિંહ અને ડો.બાબા આંબેડકર સાહેબનાં સપના પરીપૂર્ણ કરવા તથા ભ્રષ્ટ તંત્રને ઉખેડી ફેકવા અને પરિવર્તન લાવવાની આ શપથવિધિ છે. 48 વર્ષનાં ભગવંત માન 70 નાં દાયકા પછી પહેલા સૌથી યુવાન મુખ્યમંત્રી બન્યા છે. અરવિંદ કેજરીવાલ પણ ખાસ હાજરી આપી રહ્યા છે. તેઓ માનને હંમેશા છોટે ભાઈ કહીને બોલાવે છે. ભગવંત માને જણાવ્યું હતું કે, હું મારી નવી ભૂમિકા સારી રીતે અદા કરવાનો વિશ્વાસ ધરાવું છું. વહીવટ કઈ રીતે ચલાવવો એ અમે જાણીએ છીએ. અમને દિલ્હીમાં પણ ફરી વખત ચૂંટી કાઢવામાં આવ્યા છે. નવા ચહેરા ચૂંટાયા છે. એટલે પંજાબનાં વિકાસ માટે નવા- નવા વિચારો અમલમાં મુકવામાં આવશે. પરંપરાથી હટીને અને સ્થાપિત હિતોની વિચારણાથી અલગ રીતે સરકાર ચલાવવામાં આવશે. સમગ્ર ગામમાં સુરક્ષાનો સજ્જડ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ટોચનાં પોલીસ અધિકારીઓની સાથે એક હજાર પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here