‘સત્તા ન મળી હોવાથી ખોટા આક્ષેપો કરે છે’: બોધરા

‘સત્તા ન મળી હોવાથી ખોટા આક્ષેપો કરે છે’: બોધરા
‘સત્તા ન મળી હોવાથી ખોટા આક્ષેપો કરે છે’: બોધરા

જે લોકો ભ્રષ્ટાચારની વાતો કરે છે તે લોકો પોતાના ભૂતકાળ તરફ ડોકીયુ કરે
રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રને બદનામ કરવાનો કારસો ક્યારેય સફળ નહી થાય
લે-ભાગુ તત્વોને અરીસામાં મોઢુ બતાવતા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા
ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ નથી: વિજય કોરાટ
લેભાગુ તત્વો ખોટી ડીગ હાંકી, મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયત્નો કરી રહયા છે: મહેશ આસોદરીયા
જિલ્લા બેંકનો વહીવટ પારદર્શક અને પ્રમાણિકતાપૂર્વક ચાલી રહયો છે: જે.કે. પીપળીયા

રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે, થોડા દિવસો પહેલા જ સહકારી અગ્રણી નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજાએ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તે એક સીટના 45 લાખ વસુલે છે અને કોઈ પણ પરીક્ષા વગર પ્રમોશન પણ આપી દે છે. તેના પર જિલ્લા સહકારી અગ્રણીઓ જયેશ બોઘરા, વિજય કોરાટ, મહેશ આસોદરીયા અને જે.કે. પીપળીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જિલ્લા સહકારી ક્ષેત્રને બદનામ કરવાનું કાવતરું ક્યારેય સફળ નહિ થાય.
રાજકોટ માકેર્ટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ, રાજકોટ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ મહેશભાઈ આસોદરીયા, રાજકોટ માકેર્ટીંગ યાર્ડના ડીરેકટર જે.કે. પીપળીયા( જારીયા) ની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રને બદનામ કરવાની મલિન અને હિન પ્રવૃતિઓ અમુક શખ્સો દ્વારા કરવામાં આવી રહી છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે રાજકોટ જિલ્લાની સહકારી બેંકનો વહીવટ પારદર્શક અને પ્રમાણિકતાથી કરવામાં આવતો હોય અમુક શખ્સો બીલકુલ ખોટા અને વાહીયાત આક્ષેપો કરી વાતાવરણને ડહોળવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે ત્યારે રાજકોટ જીલ્લા બેંકના પ્રતિનિધિની નિમણૂંકને હાલમાં થયેલા પાડાસણ સહકારી મંડળીના ઠરાવ સાથે કાઈ લાગતુ વળગતુ નથી તેમજ રાજકોટ જીલ્લા બેંક સતાની રૂએ કોઈપણ વ્યકિતની બેંકના પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરી શકે છે. તેમજ જીલ્લાની સહકારી સંસ્થાઓને હરહંમેશા ખેડૂત હિતની તેમજ ખેડુતલક્ષી કામગીરી કરતી પ્રમાણિક રીતે કરી રહેલ હોય તેવી સહકારી સંસ્થાઓને બદનામ કરવાના મિલન ઈરાદાથી રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રોને ગુમરાહ કરવાના રાજકીય બદઈરાદાથી આવા પ્રયત્નો કરે છે.જે ખેડૂતો ક્યારેય સાંખી નહી લે.

આ તકે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ જણાવેલ કે જે લોકો ભ્રષ્ટાચારની વાતો કરે છે તે લોકો પોતાના ભૂતકાળ તરફ ડોકીયુ કરે, માર્કેટીંગ યાર્ડમાં સતાઓ ન મળી હોવાથી મનઘડત આક્ષેપો કરી હાલ સુવ્યવસ્થિત ચાલી રહેલ કામગીરીથી ખેડૂત વર્ગને જે સુવિધા મળી રહી છે તેમાં બાધારૂપ બનવાના પ્રયાસો કરે છે.
વિજયભાઈ કોરાટએ જણાવેલ હતુ કે પાડાસણ સહકારી મંડળીએ જે ઠરાવ રદ કરેલ છે તે 2020ની રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી વખતે મતદાનનો ઠરાવ કરેલો હોય છે, જે ઠરાવનું રા.લો.સંઘની ચૂંટણી પૂર્ણ થયા બાદ કઈ વજુદ રહેતુ નથી. જેથી ‘ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળુ માર્યુ’ એવો ઘાટ સર્જીને કહેવાતા સહકારી આગેવાનો ઘ્વારા સાવ સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે ગપગોળા ચલાવવામાં આવે છે.

જે.કે. પીપળીયા (જારીયા) એ જણાવેલ હતુ કે અમુક તત્વો સહકારી સંસ્થાઓ પોતાના હાથ નીચેની સરકી જતા સહકારી સંસ્થાના રાજકોટ તાલુકાના પૂર્વ સહકારી આગેવાનો વર્તમાન સહકારી સંસ્થાના આગેવાનોને ખોટા બદનામ કરવાના કારસા રચી રહયા છે એમના પ્રમાણપત્રની રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રને તેમજ ખેડૂતોને કોઈ આવશ્યકતા નથી. મહેશભાઈ આસોદરીયાએ જણાવેલ કે પાડાસણ સહકારી મંડળીમાંથી મારી કોઈ હકાલપટ્ટી કરવામાં આવેલ નથી. હું હજુ પાડાસણ સહકારી મંડળીની મિટિંગમાં કારોબારી સભ્ય તરીકે તેમજ મંડળીના સભાસદ તરીકે કાર્યરત જ છુ અને મંડળીનો સભ્ય પણ છુ, અને મારી જવાબદારીને સંપુર્ણ ખંત, નિષ્ઠા અને પ્રમાણિકતાપુર્વક બજાવુ છુ ત્યારે આવા લોકો સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે મારી હકાલપટ્ટી થઈ છે તેવી ખોટી ડીંગ મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયત્નો કરી રહયા છે.

Read About Weather here

જેને આગામી સમયમાં જડબાતોડ જવાબ આપવામાં આવશે. ત્યારે અંતમાં રાજકોટ માકેર્ટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ, રાજકોટ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ મહેશભાઈ આસોદરીયા, રાજકોટ માકેર્ટીંગ યાર્ડના ડીરેકટર જે.કે. પીપળીયા( જારીયા)એ જણાવેલ રાજકોટ જિલ્લાનું સહકારી માળખુ યુવા સહકારી નેતા જયેશભાઈ રાદડીયાની આગેવાનીમાં સુવ્યવધસ્થિત રીતે ચાલી રહેલ હોય અમુક લેભાગુ તત્વોના પેટમાં તેલ રેડાયુ હોય આવા ખોટા આક્ષેપો અને કાવાદાવા કરીને સહકારી સંસ્થાઓને બદનામ કરવાના નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા છે. જે ખેડૂત સમાજ કયારેય નહી સાંખી લે. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here