વિરોધ નોંધાવનાર મહિલા પત્રકાર ગુમ…!

વિરોધ નોંધાવનાર મહિલા પત્રકાર ગુમ…!
વિરોધ નોંધાવનાર મહિલા પત્રકાર ગુમ…!
44 વર્ષિય મારિના ઓવસ્યાનિકોવા રશિયન સ્ટેશન ચેનલ વનની એડીટર પણ છે. રશિયાની મહિલા પત્રકાર કે જેમણે પોતાના દેશ દ્વારા યુક્રેન ઉપર કરવામાં આવેલા હુમલાનો TV સમાચારના જીવંત પ્રસારણમાં ભારે વિરોધ દર્શાવ્યો હતો તેની અત્યારે કોઈ ભાળ નથી, એટલે કે તે ગુમ થઈ ગઈ છે, તેમ આ મહિલાના વકીલે માહિતી આપી છે. તેણે યુક્રેન ઉપર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિરોધ કર્યો હતો અને દર્શકો સમક્ષ કહ્યું હતું કે દેશનું મીડિયા શું બની રહ્યું છે તે અંગેનું સંપૂર્ણ પિક્ચર રજૂ કરી રહ્યું નથી.

Visit Saurashtra Kranti Homepage here

મારિના ઓવસ્યાનિકોવાએ સમાચારના પ્રસારણ સમયે રશિયાની ચેનલ વન પર સોમવારે યુક્રેન ઉપર કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરતું પોસ્ટર દેખાડ્યું હતું. સમાચાર વાંચતી મહિલાની પાછળ તેણીનીએ એક પોસ્ટર સાથે મોટેથી બૂમ પાડી હતી અને કહેતી હતી કે ‘યુદ્ધ નહીં, યુદ્ધ રોકો. પ્રોપેગેન્ડા ઉપર વિશ્વાસ ન કરશો, આ લોકો તમારી સમક્ષ ખોટું બોલી રહ્યા છે’. અત્રે ઉલ્લેખનીય છે કે ટેલિવિઝન ન્યુઝ ઉપર રશિયામાં સરકારની કડક દેખરેખ રહેતી હોય છે અને ચેનલો ઉપર ફક્ત રશિયાના પક્ષમાં જ માહિતી રજૂ કરવામાં આવે છે.ઓવસ્યાનિકોવા નામની આ મહિલા અત્યાર ક્યાં છે તે એક રહસ્ય છે.

રશિયાના એક સ્વતંત્ર માનવ અધિકાર જૂથ OVD-Infoના અહેવાલ પ્રમાણે તેણીના મિત્રોનું કહેવું છે કે ઓવસ્યાનિકોવા અત્યારે મોસ્કોમાં પોલીસ ડિપાર્ટમેન્ટની કસ્ટડીમાં છે. જોકે તેણીના વકીલ ડઈમિત્રી ઝખવાતોવે જણાવ્યુ છે કે તેને ક્યાંય શોધી શકાઈ નથી. હજુ સુધી અમે તેને શોધી શક્યા નથી. જોકે અમે તેને સતત શોધી રહ્યા છીએ.ઓવસ્યાનિકોવા એ કેટલાક લોકો માટે એક રોલમોડેલ બની ગઈ છે,

Read About Weather here

અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મંગળવારે કહ્યું હતું કે હું એવા રશિયાના નાગરિકોનો આભારી છું કે જેમણે સત્ય રજૂ કરવાના પ્રયત્નને અટકાવ્યા નથી, ખોટી માહિતી સામે લડી રહ્યા છે અને સત્ય કહી રહ્યા છે, તેમના મિત્રો તથા પ્રિયજનોને હકીકત જણાવી રહ્યા છે. ઓવસ્યાનિકોવાની માતા રશિયાની છે અને તેના પિતા યુક્રેનના છે. તેણે ટેલિગ્રામ ઉપર એક વીડિયોમાં કહ્યું હતું કે મારા પિતા યુક્રેનના છે, મારી માતા રશિયાની છે. અને તેઓ ક્યારેય દુશ્મન રહ્યા નથી.તેમણે ઉમેર્યું હતું કે વ્યક્તિગત રીતે હું એ મહિલાનો આભાર વ્યક્ત કરું છું કે જે યુદ્ધની વિરુદ્ધમાં એક પોસ્ટર સાથે ચેનલ વનના સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here