રશિયા-યુક્રેન યુદ્ધનો 21મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધ બ્રેકિંગ ન્યુઝ
રશિયા-યુક્રેન યુદ્ધ બ્રેકિંગ ન્યુઝ
રશિયાની સેનાએ મારીયુપોલની સૌથી મોટી હોસ્પિટલ પર કબજો કર્યો છે. અહીંના ડેપ્યુટી મેયરે કહ્યું કે, ડોકટરો અને દર્દીઓ સહિત 400 લોકોને રશિયાના સૈનિકોએ બંધક બનાવી લીધા છે. તેમને બહાર જવા દેવામાં આવી રહ્યા નથી. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 21મો દિવસ છે. રશિયા યુક્રેનના શહેરોના નાગરિક વિસ્તારોમાં સતત બોમ્બમારો કરી રહ્યું છે. હુમલામાં ઘણા ભારતીયો પણ ફસાયા હતા. તેઓને રશિયાના શહેરોમા રસ્તેથી પરત લાવવામાં આવી રહ્યા છે. આ તરફ ખેરસનમાં ફસાયેલા 3 ભારતીયોને સિમ્ફેરોપોલ ​અને મોસ્કો થઈને બહાર કાઢવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આજના મોટા અપડેટ્સ એ છે કે ચેક રિપબ્લિક, પોલેન્ડ અને સ્લોવેનિયાના વડાપ્રધાનોએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. જ્યારે, રાષ્ટ્રપતિ બાઈડન આવતા અઠવાડિયે બ્રુસેલ્સમાં EU અને નાટોના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.યુએસ સેનેટે યુક્રેન પરના હુમલાને લઈને પુતિન સામે યુદ્ધ અપરાધની તપાસની માંગ કરતા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.નાટોના સેક્રેટરી-જનરલ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યું- અમે ચિંતિત છીએ કે મોસ્કો યુક્રેનમાં કદાચ રાસાયણિક હથિયારો સહિત એક ખોટું અભિયાન ચલાવી શકે છે.નેડાની સરકારે વધુ 15 રશિયન અધિકારીઓ પર ગંભીર પ્રતિબંધો લાદ્યા છે. જેમાં સરકાર અને સૈન્ય વર્ગના લોકોનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં 500 રશિયનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.યુક્રેનના મેરીયુપોલમાંથી લગભગ 20,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.બ્રિટન 370 હાઈપ્રોફાઈલ રશિયન લોકો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. તેમાં રોમન અબ્રામોવિચ પણ સામેલ છે.યુક્રેનનો દાવો છે કે આ યુદ્ધમાં લગભગ 13,500 રશિયન સૈનિકો માર્યા ગયા છે. અનેક સૈન્ય ઉપકરણોને પણ નષ્ટ કરવામાં આવ્યા છે.યુક્રેન પર આક્રમણથી અત્યાર સુધીમાં કુલ 12 રશિયન કમાન્ડર માર્યા ગયા છે.UN અનુસાર, 30 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે.એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે યુદ્ધની શરૂઆતથી રશિયન સેનાએ યુક્રેન પર 950થી વધુ મિસાઇલો છોડી છે.યુક્રેનનું કહેવું છે કે 20 દિવસના રશિયન હુમલામાં 97 બાળકોના મોત થયા છે.

છેલ્લા 20 દિવસથી રશિયન સેના દ્વારા યુક્રેન પર થઈ રહેલા ભીષણ હુમલા વચ્ચે યુરોપિયન દેશોએ યુક્રેનને સમર્થન આપ્યું છે. ખાસ કરીને પોલેન્ડ, ઝેક રિપબ્લિક અને સ્લોવેનિયાના વડાપ્રધાનો યુક્રેનની રાજધાની કીવ ખાતે ટ્રેન દ્વારા આવી પહોંચ્યા હતા. યુરોપિયન કાઉન્સિલની મીટીંગમાં પ્રતિનિધિત્વ માટે તેઓ કીવ પહોંચ્યા છે. આ ત્રણેય દેશોના વડાપ્રધાનોની કીવની મુલાકાતને આવકારતા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ તેને ‘મજબૂત સમર્થનનો સંકેત’ ગણાવીને ત્રણેય ટોચના નેતાઓની પ્રશંસા કરી હતી. ઝેલેન્સ્કીએ આ વાત તેમની ટેલીગ્રામ ચેનલ પર બે મિનિટનો વીડિયો મૂકીને કરી હતી.રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે બ્રિટને રશિયા વિરૂદ્ધ વધુ કેટલાંક પ્રતિબંધો મુક્યા છે, તો બીજી તરફ રશિયાએ વળતો જવાબ આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સહિત અનેક ટોચના નેતા અને અધિકારીઓ પર પ્રતિબંધ મુક્યા છે.

આ ઉપરાંત રશિયાએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પર પણ પ્રતિબંધ લગાવ્યા છે.ફોક્સ ન્યૂઝના એક કેમેરામેનનું યુક્રેનમાં મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ પિયરે ઝેન્ક્રઝેવેસ્કી તરીકે થઈ છે, જે ફોક્સ ન્યૂઝમાં કેમેરામેન હતો. જાણકારી મુજબ તેનું મોત યુક્રેનની રાજધાની કીવની બહારના વિસ્તારમાં ત્યારે થયું જ્યારે તે કોરસ્પોન્ડન્ટ બેન્જામિન હાલની સાથે કામ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ તેનું વાહન એક દુર્ઘટનાનું શિકાર થઈ ગયું હતું. તેમની સાથે યુક્રેનના પણ એક પત્રકારનું મોત રશિયન હુમલા દરમિયાન થયું હોવાના અહેવાલો મળ્યા છે. જેમની ઓળખ ઓલેક્સાન્ડ્રા ‘સાશા’ કુવશિનોવા તરીકે થઈ છે.તો આ યુદ્ધ વચ્ચે બંને દેશોએ શાંતિ માટે અનેક વખત ચર્ચા કરી પરંતુ યુદ્ધ સમાપ્ત કરવા માટે સહમતિ નથી બની રહી. આ વચ્ચે અમેરિકાના પૂર્વ સૈન્ય અધિકારીએ દાવો કર્યો છે કે રશિયાની પાસે હવે માત્ર 10 દિવસનો જ દારૂગોળો છે. તો યુક્રેન-રશિયા વચ્ચેના મામલા અંતર્ગત ઈન્ટરનેશનલ કોર્ટ 16 માર્ચે પોતાનો ચુકાદો આપી શકે છે.

યુક્રેને દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિના અમારા જંગલ કાપવાની તૈયારીમાં છે. આ વચ્ચે માહિતી સામે આવી છે કે યુક્રેનમાં વધુ એક મીડિયાકર્મીનું મોત નિપજ્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન આગામી સપ્તાહે મળનારા યુરોપિયન યુનિયનના સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલન બ્રસેલ્સમાં થશે અને બાઇડેન તમાં સામેલ થવા માટે બેલ્જિયમની યાત્રા કરશે.યુરોપિયન સંઘ દ્વારા રશિયા પર વધુ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. જે અંતર્ગત રશિયન નાગરિક ડિઝાઈનર ડ્રેસ, આભૂષણ, હેન્ડબેગ અને અશ્વ રેસમાં સામેલ થતાં ઘોડાઓની આયાત નહીં કરી શકે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કેનેડા સંસદને સંબોધિત કરી. વર્ચ્યુઅલ રીતે સંબોધન કરતા ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનમાં યુદ્ધની શરૂઆત થયા બાદથી અત્યાર સુધીમાં 97 બાળકોના મોત નિપજ્યા છે.

વિશ્વભરના અનેક દેશો દ્વારા રશિયા પર ઘણાં પ્રતિબંધો મૂક્યા છે, ત્યારે રશિયાએ પણ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને વ્હાઈટ હાઉસના ટોચના અધિકારીઓ વિરૂદ્ધ પ્રતિબંધો લગાવ્યા છે. રશિયાએ તેમને સ્ટોપ લિસ્ટમાં સામેલ કર્યા છે જે તેઓને તેમના દેશમાં પ્રવેશવા પર રોક લગાવે છે. જાણકારી મુજબ આ લિસ્ટમાં 13 અમેરિકી સામેલ કરાયા છે જેમાં રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન, CIA પ્રમુખ વિલિયમ બર્ન્સ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલવિન અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનું નામ સામેલ છે. રશિયાએ આ પગલું અમેરિકા દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં છે.

Read About Weather here

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમને રશિયા પર યુક્રેનનો નાશ કરવાના પ્રયાસ કરતા હોવાનો આરોપ લગાવ્ય છે. તેમને કહ્યું કે રશિયાનું પગલું નુકસાન પહોંચાડનારું છે. તેમને કહ્યું કે અમે જીવન માટે લડી રહ્યાં છીએ, અમે ટેન્ક, વિમાન અને મોર્ટાર વિરૂદ્ધ લડી રહ્યાં છીએ જેનો ઉપયોગ રશિયા અમને નષ્ટ કરવા માટે કરે છે. પરંતુ રશિયા પોતે પણ તેને જ નુકસાન પહોંચાડી રહ્યું છે. યુક્રેન વિરૂદ્ધ રશિયા દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક પગલાં તેઓને જ નુકસાન પહોંચાડી રહ્યાં છે.આ સાથે જ ઝેલેન્સ્કીએ દેશ છોડીને જતાં લોકોની સંખ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here