આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રાજકોટમાં કલરમાં 25થી 30%નો ભાવ વધારો, સૌથી મોંઘી રૂ.1000ની પિચકારીનું આકર્ષણ, ખાનગી પાર્ટીમાં પાસના રૂ.300થી 800

બે વર્ષ બાદ રંગોનો તહેવાર ઉજવવા રાજકોટીયન્સ આતુર બન્યા

Visit Saurashtra Kranti Homepage here

2.કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની લિંક તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે, ખોટી રીતે લાભ ઉઠાવનાર થયા સક્રિય

ફિલ્મની લિંક ઇરાદાપૂર્વક બનાવવામાં આવી છે જો તેને ડાઉનલોડ કરશો તો લેભાગુતત્વો ઇરાદો સિદ્ધ કરી લેશે

3. સથી વધુ 1 હજાર કરોડ દંડ વીજચોરી-લેટ બિલ માટે, ટ્રાફિક નિયમ ભંગ માટે 400 કરોડ વસૂલાયા

15થી 20 પ્રકારના દંડ દ્વારા પ્રજા પાસેથી 3 વર્ષમાં સરકારને 2700 કરોડની કમાણી

4.47 વર્ષની ઉંમરે જેન્ડર ચેન્જ કરાવ્યું; કહ્યું- દુનિયામાં આવવું કેવી રીતે તે આપણા હાથમાં નથી પણ જઈશ કેવી રીતે તે નક્કી કરી લીધું છે

કોરોનાકાળમાંથી બોધપાઠ લઈ અલ્કામાંથી અસ્તિત્વ બન્યાં

5.યુક્રેનનો દાવો – રશિયાની સેનાએ મારિયુપોલમાં હોસ્પિટલ પર કબજો કર્યો, 400 લોકોને બંધક બનાવ્યા; કિવમાં 35 કલાકનો કર્ફ્યુ

રશિયાએ બાઇડેન-હિલેરી ક્લિન્ટન સહિત 13 નેતાઓ પર પ્રતિબંધ લગાવ્યો

6.કોર્ટમાં માતા જુબાની આપતાં-આપતાં રડી પડ્યાં, કહ્યું- હું એક ડગલું વધીને ગળું કાપી નાંખ્યું, ફેનિલ બધાને મારી નાંખવા ઇચ્છતો હતો

ફેનિલના માસીના દીકરાએ જુબાની આપતા કહ્યું- એને વેબ સિરિઝ જોવાની આદત

7.TV ચેનલમાં ચાલુ પ્રસારણમાં યુક્રેન ઉપરના હુમલાનો વિરોધ નોંધાવનાર મહિલા પત્રકાર ગુમ, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ તેની પ્રશંસા કરી ચુક્યા છે

રશિયાની મહિલા પત્રકાર કે જેમણે પોતાના દેશ દ્વારા યુક્રેન ઉપર કરવામાં આવેલા હુમલાનો TV સમાચારના જીવંત પ્રસારણમાં ભારે વિરોધ દર્શાવ્યો હતો તેની અત્યારે કોઈ ભાળ નથી, એટલે કે તે ગુમ થઈ ગઈ છે, તેમ આ મહિલાના વકીલે માહિતી આપી છે.

8.કચ્છી લોકગાયક બંધ રૂમમાં સ્ત્રી સાથે રંગેહાથ ઝડપાયો પછી કલાકારે કહ્યું, ‘છડયો ને હાણે, મહેરબાની આંજી’

સંભવત: મલિન ઈરાદા સાથે વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાયો

9.પાકિસ્તાની આતંકી સંગઠનોની સંડોવણી; માલ મોકલનારા આરોપીઓની સાંઠગાંઠ ખૂલી; આતંકવાદી સંગઠનોના ઇશારે હવાલા ચેનલની હેરાફેરી

મુન્દ્રામાંથી ઝડપાયેલા 21 હજાર કરોડના ડ્રગ્સ મામલે નેશનલ ઇન્વેન્ટિગેશન એજન્સીએઅમદાવાદની ખાસ કાર્ટમાં પ્રથમ ચાર્જશીટ રજૂ કરી

Read About Weather here

10.વડોદરાના નારી સંરક્ષણ ગૃહના CCTVમાં બે યુવતી દેખાઈ તો ત્રીજી ક્યાંથી ગઇ? પોલીસ માથું ખજવાળે છે

નારી સંરક્ષણ ગૃહમાંથી મળસ્કે બાંગ્લાદેશની બે યુવતી અને એક બંગાળી યુવતી ફરાર થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here