હું વિવાદમાં નહીં, વિકાસમાં માનું છું: ભૂપત બોદર

હું વિવાદમાં નહીં, વિકાસમાં માનું છું: ભૂપત બોદર
હું વિવાદમાં નહીં, વિકાસમાં માનું છું: ભૂપત બોદર

જો કોઇ સભ્યોને પ્રશ્ર્ન હોય તો મને રૂબરૂ રજૂઆત કરે: નિરાકરણ લાવીશું: પ્રમુખ
પ્રમુખ તરીકે મારી જવાબદારી છે કે, કોઇ સભ્યો હેરાન ન થાય: બોદર

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર પર થયેલા આક્ષેપો બાદ ભૂપતભાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હૂં વિવાદમાં નહિ વિકાસમાં માનું છું. ભૂપતભાઈએ કહ્યું હતું કે, પ્રમુખ પદે ચૂંટાયા બાદ મારી પ્રથમ ફરજ બને છે કે, હૂ બીજા ચૂંટાયેલા સભ્યોના પ્રશ્ર્નો સાંભળું અને તેની સમસ્યાઓનો સમયસર નિરાકરણ લાવું.
ભુપતભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, જિલ્લા પંચાયતના કોઈ સભ્યોને જો કોઈ પ્રશ્ન હોય તો મને રૂબરૂ રજૂઆત કરે તો જેનાથી તેને જે કોઈ પ્રશ્ર્ન હોય તેની વાત સાંભળીને યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્નો કરાશે. કારણ કે, પ્રમુખ તરીકે તેમની જવાબદારી છે કે, કોઈ સભ્યો હેરાન ન થાય.

Visit Saurashtra Kranti Homepage here

પ્રમુખ પદે ચૂંટાયા બાદ ભૂપતભાઈ હરહંમેશ પ્રજાના પ્રશ્ર્નો સાંભળતા રહ્યા છે અને સતત ગ્રામવિકાસ અને લોકવિકાસના કામોમાં કાર્યરત રહ્યા છે.ભૂપતભાઈએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અંત્યોદયની સંકલ્પનાને સાકાર કરતા સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યો કરી રહી છે અને છેવાડાના માનવીને પ્રાથમિકતાઆપવામાં આવી રહી છે તેવા જ વિચારથી હૂં પણ કાર્ય કરી રહ્યો છુ. ગ્રામ પંચાયતોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી, ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવા ભાજપ સરકાર કટિબદ્ધ ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બની રહેશે.

Read About Weather here

ભૂપતભાઈના કાર્યકાળને કાલે એક વર્ષે પૂર્ણ થશે ત્યારે કાલે યોજાનારા કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના ગામોમાં 100% વેક્સિનેશન પૂર્ણ કરનાર શાળાઓને ભુપતભાઈ બોદર તરફથી સ્વખર્ચે સ્માર્ટ ટીવી આપવામાં આવશે. રાજકોટ જીલ્લામાં રોડ-રસ્તા, પાણી, વીજળી સહિતના પ્રશ્નોને લઈને લોકો દ્વારા કરાતી રજૂઆતને ધ્યાનમાં લઈને દિવસ રાત જોયા વિના ભૂપત બોદર પ્રશ્ર્નોનો નિરાકરણ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભૂપત બોદરની કામગીરીને લઈને લોકો બિરદાવી રહ્યા છે. યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભૂપત બોદરની યશસ્વી કામગીરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here