કાર્યકર્તાઓને નહીં ગણકારતા ધારાસભ્યોની ટિકિટ કપાશે?

કાર્યકર્તાઓને નહીં ગણકારતા ધારાસભ્યોની ટિકિટ કપાશે?
કાર્યકર્તાઓને નહીં ગણકારતા ધારાસભ્યોની ટિકિટ કપાશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ શરૂ
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કાર્યકર્તાઓએ પત્ર પાઠવી વ્યથા ઠાલવી

યુપી સહીત ચાર રાજ્યોમાં ભાજપનો વિજય થતા દેશભરમાં કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવી ખુશી વ્યક્ત કરી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં યોજાનાર છે. યુપી સહીત ચાર રાજ્યમાં ભાજપનો વિજય થતા ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે કે પછી સમયસર યોજાશે તે ચર્ચાને લઈને જોર પકડ્યું છે.ગુજરાતમાં ચૂંટણીને લઈને મહિનાઓ પહેલા ભાજપે પેજ કમિટી સહિતની તૈયારીઓ આદરી દીધી હતી. મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક જ ચર્ચાઓ થઇ રહી છે કે, ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે કે પછી કેટલાક ચહેરાઓને બાદ કરી મોટાભાગના લોકોને ટિકિટ આપશે? જો નો-રિપીટ થિયરી અપનાવાશે તો યુવા ચહેરાને તક મળશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, ચૂંટણીને લઈને ભાજપે તડામાર તૈયારીઓ આદરી દીધી છે. છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્યોએ કરેલી કામગીરીનો રીપોર્ટ તૈયાર થઇ રહ્યો છે. કોરોના કાળમાં ધારાસભ્યોએ કરેલી કામગીરી પણ ધ્યાનમાં લેવામાં આવશે. ધારાસભ્યોએ કરેલી કામગીરીનો રીપોર્ટ તૈયાર થયા બાદ કાર્યકર્તાઓના મનની વાત જાણવા પ્રદેશ ભાજપની ટીમ ગુજરાતભરમાં ફરી વળશે.વધુમાં જાણવા મળ્યું છે કે, કેટલાક ધારાસભ્યોની કામગીરીને લઇ કાર્યકર્તાઓએ થોકબંધ ફરિયાદો પ્રદેશ ભાજપ સુધી પહોચાડી છે. કાર્યકર્તાઓની રજૂઆતને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

Read About Weather here

વધુમાં જાણવા મળ્યું છે કે, ચૂંટણી લડવા ઈચ્છુકોએ પ્રદેશના નેતાઓ સમક્ષ કાનમાં મનની વાત કરી દીધી છે.સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ રાજકોટ સહિત ગુજરાતભરમાં પ્રવાસ કરી રહ્યા છે. પેજ સમિતિ સહિતની કામગીરીનો રીપોર્ટ મેળવી રહ્યા છે.રાજકોટ સહીત રાજ્યના કેટલાક ધારાસભ્યોની કામગીરીને લઈને કાર્યકર્તાઓએ પ્રદેશ પ્રમુખ પાટીલને પત્ર પાઠવી રજૂઆત કરી છે. કાર્યકર્તાઓની રજૂઆતને ધ્યાનમાં લઈને કેટલાક ધારાસભ્યોને સાનમાં સમજાવી દિધાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here