એપ્રિલમાં કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં વિશાળ રેલીને સંબોધન કરશે

એપ્રિલમાં કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં વિશાળ રેલીને સંબોધન કરશે
એપ્રિલમાં કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં વિશાળ રેલીને સંબોધન કરશે

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં ‘આપ’ને સુદ્રઢ સંગઠન બનાવવાનો વ્યૂહ
પંજાબની જેમ આમ આદમી પાર્ટી ચૂંટણીઓ સમયે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરી દેશે
આગામી ચૂંટણીઓમાં મુખ્ય લડાઈ ભાજપ અને ‘આપ’ વચ્ચે રહેશે: આપનાં નેતાનો દાવો

પંજાબનો ખૂબ જ મહત્વનો અને મોટો ગઢ જીતીને નવો રાજકીય ઈતિહાસ આલેખનાર આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતનાં મતદારોનાં મનામણા કરવા તમામ શક્તિ અને તાકાત કેન્દ્રિત કરવાનો વ્યૂહ ઘડી કાઢ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી એ ધ્યાનમાં રાખીને આપનાં બંને ટોચનાં દિગ્ગજ નેતાઓ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન એપ્રિલ મહિનામાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં વિશાળ રેલી અને રોડ-શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એપ્રિલનાં પ્રથમ સપ્તાહમાં બંને નેતાઓ ગુજરાત આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ એવી રાજકીય આગાહી કરી છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નિર્ધારિત સમય કરતા વહેલી યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત આમ આદમી પાર્ટીનાં ઇન્ચાર્જ ગુલાબસિંઘે એવો દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસ પાસે ન તો કોઈ વ્યૂહરચના બચી છે કે ન તો કોઈ નેતાગીરી બચી છે. આગામી વિધાનસભા ચૂંટણીઓમાં મુખ્ય લડત ભાજપ અને આપ વચ્ચે જ થશે.ગુલાબસિંઘ યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહ જે રીતે ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે એ જોતા લાગે છે કે વિધાનસભાની ચૂંટણીઓ 6 મહિના વહેલી જાહેર થઇ શકે છે. યાદવે આક્ષેપ કર્યો હતો કે, ભાજપને એ બાબતની ચિંતા સતાવે છે કે જો અરવિંદ કેજરીવાલને તૈયારીઓ કરવા 6 મહિનાનો સમય મળશે તો ગુજરાતમાં પણ પંજાબ જેવું થઇ શકે છે.

તેમણે કહ્યું હતું કે, પંજાબની જેમ આમ આદમી પાર્ટી ચૂંટણીઓ સમયે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરી દેશે. ગુજરાતમાં અમારી ટીમમાં ઘણા ભગવંત માન છે. પણ હું અત્યારે કોઈ નામ જાહેર ન કરી શકુ.ગુજરાત માટે પક્ષની વ્યૂહરચના શું છે અને એજન્ડા શું છે એવા સવાલનાં જવાબમાં ગુલાબસિંઘે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ, બેરોજગારી જેવા મુદ્દાઓ પર અમે ધ્યાન કેન્દ્રિત કરશું અને અગ્રતા આપશું. ઉપરાંત દિલ્હી અને પંજાબનાં મોડેલની જેમ ગુજરાતની પ્રજાને પણ મફત વીજળી અને મફત પીવાના પાણીની સગવડ પ્રદાન કરવામાં આવશે.

Read About Weather here

આ રીતે દિલ્હી અને પંજાબ જેવા બે રાજ્યોને સર કરનાર આમ આદમી પાર્ટીએ હવે પશ્ર્ચિમ ભારતનાં સૌથી મહત્વનાં રાજ્ય ગુજરાત પર નજર કરી છે. એટલે એપ્રિલનો મહિનો રાજકીય રીતે ખૂબ જ ગરમાગરમ રહેવાની શક્યતા છે. નવા રાજકીય સમીકરણો રચાય તો પણ નવાઈ નહીં લાગે. આવનારા દિવસો ગુજરાતનાં રાજકારણ માટે ખૂબ જ મહત્વનાં અને નિર્ણાયક બની રહેશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here