વિરોધ પક્ષને મજબુત કરવો વધુ જરૂરી: નરેશ પટેલ

વિરોધ પક્ષને મજબુત કરવો વધુ જરૂરી: નરેશ પટેલ
વિરોધ પક્ષને મજબુત કરવો વધુ જરૂરી: નરેશ પટેલ

20 થી 30 માર્ચની વચ્ચે રાજકારણમાં જોડાવવાના નિર્ણયની જાહેરાત કરશે: નરેશ પટેલ
સૌરાષ્ટ્રનાં રાજકારણમાં નવા વળાંકનો સૂચક સંકેત: રાજકારણમાં આવવાનો નક્કર અને સ્પષ્ટ સંકેત આપતા ખોડલધામના પ્રણેતા
નરેશ પટેલ ‘આપ’માં જોડાશે?

સૌરાષ્ટ્રનાં રાજકારણમાં અને ખાસ કરીને પાટીદાર રાજનીતિ માટે નવા વળાંકનો ખૂબ જ મહત્વનો અને સૂચક સંકેત આપતા ખોડલધામનાં પ્રણેતા અને પટેલ સમાજનાં લોકપ્રિય તથા સન્માનીય નેતા નરેશ પટેલે આજે રાજકારણમાં જોડાઈ રહ્યાનો સ્પષ્ટ ઈશારો કર્યો છે. તેઓ 20 થી 30 માર્ચની વચ્ચે એમના જીવનનાં ખૂબ મહત્વનાં ખૂબ જ નિર્ણાયક અને સૂચક ફેસલાની સતાવાર ઘોષણા કરશે. સૌરાષ્ટ્રનાં લેઉવા પટેલ સમાજનાં દિગ્ગજ આગેવાન એવા નરેશ પટેલ લાંબા સમયથી રાજકારણમાં પ્રવેશ કરવા અંગે મનોમંથન કરી રહ્યા છે. ત્યારે આજે એમણે ખૂબ જ સૂચક સંકેત આપતું વિધાન કર્યું હતું કે વિરોધ પક્ષને મજબુત કરવો ખૂબ જ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

નરેશ પટેલનાં આ વિધાનને લઈને પટેલ સમાજ અને અન્ય તમામ ટોચનાં રાજકીય પક્ષોમાં ચર્ચા, અટકણો અને અનુમાનોની આંધી ફૂકાવા લાગી છે. દિલ્હીનો પ્રવાસ કરીને આવ્યા બાદ મીડિયા સાથેનાં સંવાદમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે રાજકારણમાં જોડાવા અંગે હું સમાજ સાથે ચર્ચા કરીશ. યોગ્ય સમયે સમાજ સાથે ચર્ચા કરીને સમાજ કહે એ મુજબ નિર્ણય લેવાની મારી તૈયારી છે. મારી વ્યક્તિગત ઈચ્છા તો રાજકારણમાં જોડાઈ જવાની છે જ. પણ સમાજ સાથે ચર્ચા કરીને રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવા માંગુ છું. તેમણે વિરોધ પક્ષને મજબુત કરવા પર ભાર મુક્યો હતો અને રાજકારણમાં જોડાઈ જવાના પોતાના ઈરાદાનો આજે ખૂબ જ સ્પષ્ટ અને મહત્વનો સંકેત આપ્યો હતો.

Read About Weather here

આગામી તા.20 થી 30 માર્ચની વચ્ચે રાજકારણમાં પ્રવેશ અંગેનાં ફેસલાની જાહેરાત કરીશ એવું ખોડલધામ નરેશે જણાવ્યું હતું. આ રીતે સૌરાષ્ટ્રનાં અને ખાસ કરીને પાટીદાર રાજનીતિ માટે ખૂબ જ મહત્વની અને મોટી ઘટના સાકાર થઇ રહી છે.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષો નરેશ પટેલને આમંત્રણ આપી ચૂક્યા છે એ જાણીતી વાત છે. જયારે વિપક્ષને મજબુત કરવાનું પાટીદાર સમાજનાં દિગ્ગજ નેતાનું વિધાન રાજકીય રીતે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે અને રાજકારણમાં એમની દિશા કઈ રહેશે તેનો પણ સંકેત આપે છે. નરેશ પટેલનાં સંકેત સાથે જ સૌરાષ્ટ્રનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આ લોકપ્રિય નેતાને પોતાની સાથે જોડવા માટે ખૂબ જ આતુર છે એ હકીકતનો સંકેત બંને પક્ષનાં ટોચનાં નેતાઓ આપી જ ચૂક્યા છે. આગામી દિવસોમાં રાજકીય ધડાકો થવાની શક્યતા છે. ગુજરાતનાં રાજકારણમાં પાટીદાર સમાજનું દાયકાઓથી ખૂબ જ વર્ચસ્વ રહ્યું છે. એટલે નરેશ પટેલ જેવા કોરી પાર્ટીનાં નેતાનો સથવારો મેળવવા માટે અને પાટીદાર સમાજને રીઝવવા માટે કોઈપણ પક્ષ તૈયાર હોય એ સ્વાભાવિક છે. તેવું રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here