ઉફ…ગરમી

ઉફ…ગરમી
ઉફ…ગરમી

રાજયમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી :સૌરાષ્ટ્ર- કચ્છમાં સિવિયર હિટવેવ
એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશની અસર હેઠળ ફૂંકાતા ગરમ અને સૂકા પવનોથી ગરમીનું જોર વધશે: રાજકોટ સહિતના 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો: સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી નોંધાયું

અમદાવાદ :રાજ્યમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી છે. રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે તો અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં પણ ગરમીનો પારો વધવાની શક્યતા છે. હીટવેવને લઈને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં પણ આવતીકાલથી યલો એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એટલુ જ નહીં ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ આકરી ગરમી અનુભવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ હોળી-ધુળેટીના તહેવાર પહેલા જ ગુજરાતવાસીઓ ગરમીથી તપી જશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતીઓએ આગામી ત્રણ-ચાર દિવસ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ફૂંકાતા ગરમ અને સૂકા પવનોથી ગરમીનું જોર વધશે. અમદાવાદ સહિતના 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ, ડીસા, ભુજ, રાજકોટ, સુરતમાં 40 ડિગ્રી ગરમી પડવાની શક્યતા છે. રાજ્યમાં ગરમ પવનોથી તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.

Read About Weather here

ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. ગુજરાતમાં ઉનાળો દિવસેને દિવસે કાળઝાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હોળી પહેલા જ રાજ્યમાં ગરમીની જ્વાળાઓ ફેલાઈ છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. ગુજરાતમાં સોમવાર એટલે કે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મંગળ અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી બે દિવસમાં જ અમદાવાદમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here