નીતિન ઢાંકેચા જૂથનો પહેલો ‘ઘા’ સફળ?!

રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજની સૂચક બેઠક
રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજની સૂચક બેઠક

ગાંધીનગરમાં રાદડિયા વિરૂદ્ધ રજૂઆત કરવાથી મહેશ આસોદરિયાને દૂર કરાયા: ઢાંકેચા

રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન સામે ભાજપના નીતિન ઢાંકેચાએ મોરચો માંડ્યો છે. જિલ્લા બેંકમાં ભરતીને લઇને તેમણે જયેશ રાદડિયા વિરૂદ્ધ ગાંધીનગરમાં સહકાર વિભાગમાં રજૂઆત કરી છે. ત્યારે હવે જયેશ રાદડિયાએ બેંકમાં લોધિકા સંઘના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાના નામની જાહેરાત કરી હતી. હવે મહેશ આસોદરિયાને પાડાસણ સહકારી મંડળીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ મુદ્દે આજે નીતિન ઢાંકેચાએ મીડિયાને જણાવ્યા હતું કે, ગાંધીનગરમાં રાદડિયા વિરુદ્ધ રજૂઆત કરવાથી મહેશ આસોદરિયાને દૂર કરાયા છે. અને તેની જગ્યાએ વલ્લભભાઈ મકવાણાની પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે એવુ ચર્ચાઇ રહ્યું છે કે આ જુથે ગાંધીનગરમાં રજુઆત કરીને પહેલો ઘા સફળ બનાવી દીધો છે.??

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, ભાજપના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના નીતિન ઢાંકેચા, પરસોતમ સાવલિયા, વિજય સખિયા અને હરદેવસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી. જેમાં જિલ્લા બેંકમાં કથિત ભરતી કૌભાંડ ચાલતું હોવાનું જણાવાયું હતું. વિઠ્ઠલ રાદડિયા બેંકના ચેરમેન હતા, ત્યારે 2002માં બોર્ડ મિટિંગમાં ઠરાવ કરીને ભરતીની તમામ સત્તા ચેરમેનને આપી દેવામાં આવી હતી. જેને લઈને ભરતી કૌભાંડ મામલે જયેશ રાદડિયાની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ પણ ભાજપનાં નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ મુદ્દે હરદેવસિંહ જાડેજા જૂથના વિજય સખિયાને દૂર કરીને જિલ્લા બેંકમાં લોધિકા સંઘના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની દરખાસ્ત મૂકી હતી. જોકે મહેશ આસોદરિયા હવે પાડાસણ સહકારી મંડળીના પ્રતિનિધિ ન રહેવાથી સંઘમાં તેની એન્ટ્રી મુશ્કેલ બનશે. દરમિયાન પાડાસણ મંડળીમાંથી મહેશ આસોદરીયાને દૂર કરી વલ્લભભાઈ મકવાણાની પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેને લઈ હરદેવસિંહના જૂથે જયેશ રાદડિયા સામે મોટો દાવ રમ્યો હોવાની ચર્ચા લોકોમાં ઉઠી છે.
નોંધનીય છે કે, આ પહેલા શહેર ભાજપમાં જૂથવાદ સામે આવ્યો હતો.

Read About Weather here

જો કે રવિવારે પાટીલ અને રૂપાણી એક મંચ ઉપર આવતા અને એકબીજા સાથે ચર્ચાઓ કરતા જોવા મળતા આ જૂથવાદ શાંત થયો હોવાનું જણાય રહ્યું છે. ત્યારે હવે જિલ્લા બેન્કમાં ભરતી કૌભાંડને લઈને સહકારી આગેવાન અને ભાજપના નેતા નીતિન ઢાંકેચાએ ભાજપનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સામે સીધા આક્ષેપ કરતા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે. જો કે વર્ષોથી સહકારી ક્ષેત્ર અને જયેશભાઇ સાથે જોડાયેલા નીતિન ઢાંકેચા સહિતનાઓએ વર્ષો બાદ ભરતી કૌભાંડનાં આક્ષેપો કરતા તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here