ધ કાશ્મીર ફાઇલ્સ

ધ કાશ્મીર ફાઇલ્સ
ધ કાશ્મીર ફાઇલ્સ
ફિલ્મની વાર્તા ઘણી જ ઇમોશનલ હોવાથી દર્શકોના રૂંવાડા ઊભા થઈ જાય છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દર્શકોના મનને સ્પર્શી ગઈ છે. ફિલ્મની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં 42.20 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં કામ કરનાર અનુપમ ખેરે તાજેતરમાં જ પોતાના શૂટિંગ અનુભવો અંગે વાત કરી હતી. આ ઉપરાંત અનુપમ ખેરે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મ જોયા બાદ દર્શકો પોતાને દોષી માનવા લાગ્યા છે.અનુપમ ખેરે લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેમણે આ ફિલ્મ કરી ત્યારે તેમના કરિયરની આ 519 કે 520મી ફિલ્મ હતી. તે એક્ટિંગ સ્કૂલ પણ ચલાવે છે, ભણાવે છે અને થિયેટર પણ કર્યું છે. તેમને લાગે છે કે તે પરિપક્વ કલાકાર છે. જોકે, વિવેકે (ફિલ્મ ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી) જ્યારે આ ફિલ્મની વાર્તા સંભળાવી ત્યારે તેમને લાગ્યું કે આ ફિલ્મની વાર્તા અનેક લોકો સુધી પહોંચવી જરૂરી છે, પરંતુ ફિલ્મ જે રીતે લખાઈ છે, તેની રિયાલિટી કેવી રીતે જોવા મળશે, જ્યાં સુધી એક્ટર્સ આ તમામ બાબતો ફીલ નહીં કરે અને તેમાંય ખાસ કરીને પુષ્કર નાથના પાત્રને. નોંધનીય છે કે અનુપમ ખેરે ફિલ્મમાં રિટાયર ટીચર પુષ્કર નાથ પંડિતનો રોલ પ્લે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તે શ્રીનગરમાં દીકરી-વહુ ને બે પૌત્ર સાથે રહેતા હોય છે.કેરેક્ટર અંગે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે વિવેક અગ્નિહોત્રી તેના પિતાને ઓળખતા હતા. તેમનું નામ પુષ્કર નાથ હતું અને આ ફિલ્મ પિતાને ટ્રિબ્યૂટ છે.અનુપમ ખેરે આગળ કહ્યું હતું કે જ્યારે તેઓ સેટ પર ગયા તો દેહરાદૂનમાં શૂટિંગનો તેમનો પહેલો દિવસ હતો. તેમની અંદરના એક્ટરે બેકસીટ લીધી અને એક માણસે ફ્રન્ટ સીટ લીધી, કારણ કે દુઃખને વ્યક્ત કરવા માટે અનેક રીતો છે, પરંતુ તમે આટલું કામ કરો છો ત્યારે તમારી સ્કીલને ખબર પડી જાય છે કે તમે કેટલું ફીલ કરશો તો આંસુ આવશે. જોકે, ક્રાફ્ટ આ ફિલ્મને નકલી બનાવે છે અને તે આ રોલ માટે કંઈ જ ફૅક કરવા માગતા નહોતા.અનુપમ ખેરે કહ્યું હતું કે તે ઈચ્છતા હતા કે તે આ ફિલ્મને આત્માથી ફીલ કરે અને તેમની આત્મા આખી દુનિયા સુધી પહોંચે, કારણ કે તેમના માથે પાંચ લાખ કાશ્મીરી પંડિતોની જવાબદારી હતી. 19 જાન્યુઆરી, 1990ના રોજ તેમને બર્બરતાથી ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ દુઃખ આખી દુનિયા સુધી પહોંચાડવું જરૂરી હતું. શૂટિંગ દરમિયાન તે અનેકવાર રડી પડ્યા હતા. સ્ક્રીન પર, શોટ પૂરો થયા બાદ અને અનેકવાર વિવેકને ભેટીને રડી પડતા હતા. જે લોકોએ એ વાતને નકારી દીધી છે કે આવું કંઈ જ બન્યું નહોતું, આ ફિલ્મ તેમના માટે છે. આ રોલ તેમની કરિયરનો સૌથી મુશ્કેલ રોલ રહ્યો, કારણ કે તેમણે એક એવા વ્યક્તિનો રોલ પ્લે કરવાનો હતો, જેણે અનેક લોકોને રજૂ કરવાના હતા. તેમને હજી પણ વાત કરતાં ગભરામણ થાય છે. તે પ્રયાસ કરે છે કે આંખમાંથી આંસુ સરી ના પડે. રડવું માત્ર ટ્રેજેડી માટે નથી, પરંતુ તે કાશ્મીરી લોકો અંગે વિચારીને આવે છે કે હવે તેમને લાગશે કે લોકો તેમને ભેટશે.અનુપમ ખેરે કહ્યું હતું કે લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે, કારણ કે સત્ય આ છે અને તે ક્યાંક છુપાયેલું હતું. લોકોએ હવે અચાનક આ જોયું છે. ક્યારેક-ક્યારેક દુઃખ લોકોને જોડે છે અને લોકો પણ સમજી ગયા છે કે છેલ્લાં અઢી વર્ષમાં દર્દ, ટ્રેજેડી તથા કોઈને ગુમાવવાનું દુઃખ શું હોય છે. લોકો સમજી ગયા છે કે ડર શું છે.

આથી જ તે એ લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગયા. જ્યારે લોકોએ જોયું કે છેલ્લાં 32 વર્ષથી શું છુપાયેલું હતું અને તે ડરી ગયા. પોતાને દોષીત માનવા લાગ્યા અને હવે તે પાંચ લાખ કાશ્મીરી પંડિતોને ઠીક કરવા માગે છે.ઉલ્લેખનીય છે કે કેરળ કોંગ્રેસે થોડાં સમય પહેલાં જ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે કાશ્મીરમાં પંડિતો કરતાં મુસ્લિમોની વધુ હત્યા થઈ છે. જોકે, આ પોસ્ટ હવે ડિલિટ કરી દેવામાં આવી છે. આના પર અનુપમ ખેરે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મે ધૂમ મચાવી દીધી છે અને જે રીતે લોકોનો પ્રેમ મળી રહ્યો છે, તે જોતાં કેરળ કોંગ્રેસે શું કહ્યું તેનું કોઈ મહત્ત્વ નથી.

લોકો એ જાણવા માગે છે કે ફિલ્મના એક્ટર્સ-ડિરેક્ટરનો અભિપ્રાય શું છે? દેશમાં લોકશાહી છે અને દરેકને બંધારણીય અધિકાર છે અને તેથી જ તેમને બોલવા દો. જોકે, હવે ધીમે ધીમે લાગે છે કે તેમની વાત કોઈ સાંભળતું નથી, કારણ કે તેઓ દેશહિતમાં વાત કરતા નથી. એ લોકો દેશને કઈ રીતે આગળ લાવવો તે મુદ્દે ક્યારેય વાત કરતા નથી. તેમની વાતોમાં બરબાદી જોવા મળે છે. કોઈ પણ ક્રિએટિવ વાત હોતી નથી. આથી જ જે લોકો પોતાના દેશને પ્રેમ નથી કરતા, તેવા લોકો વિશે વાત જ કેમ કરવી. તેમના પર દયા આવે છે.અનુપમ ખેરે કહ્યું હતું કે આ ફિલ્મ તેમના માટે માત્ર એક ફિલ્મ નથી, પરંતુ આ એક ઘા છે અને તે વર્ષોથી રૂઝાયો નથી.

Read About Weather here

બની શકે કે તે જીવનમાંક્યારેય રૂઝાશે નહીં. 32 વર્ષ પહેલાં તેમના પરિવાર, સંબંધીઓએ જેવું જીવન જોયું હતું, જ્યારે તેમને પોતાના ઘર, નોકરી તથા ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સાથે થયેલી દર્દનાક ઘટના પર દેશે ધ્યાન ના આપ્યું. અનુપમ ખેરને જ્યારે પૂછવામાં આવ્યું કે આ ફિલ્મ અંગે વિવાદ થઈ રહ્યો છે તો તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ વિવાદથી પર છે. તેમને નથી લાગતું કે વિવાદોની કોઈ અસર પડશે. દર્શકોએ આ ફિલ્મને ઘણી જ સંવેદનશીલતાથી જોઈ છે. તે પાંચ લાખ લોકોનું તે પ્રતિનિધિત્વ કરે છે. તે પાંચ લાખ લોકો 19 જાન્યુઆરી, 1990ના રોજ કાશ્મીરમાંથી હિજરત કરી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here