રાજકોટમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો: પહેલીવાર કમળો દેખાયો

રાજકોટમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો: પહેલીવાર કમળો દેખાયો
રાજકોટમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો: પહેલીવાર કમળો દેખાયો

શરદી- ઉધરસનાં 297 કેસ, તાવનાં 138, ઝાડા-ઉલ્ટીનાં 102 કેસ: મનપાનાં આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા રોગચાળો કાબુમાં લેવા પ્રયાસો

રાજકોટમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો ચાલુ રહ્યો છે અને વધુ વકરી રહ્યો છે. જેના કારણે ચોમાસા અને શિયાળાની સીઝન બાદ પહેલીવાર ગયા સપ્તાહમાં કમળો નજરે પડ્યો છે અને કમળાનાં તાવનાં બે કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ થઇ ગઈ છે.મનપા આરોગ્ય શાખા અને મેલેરીયા વિભાગની યાદી અનુસાર ગયા એક સપ્તાહ દરમ્યાન શરદી- ઉધરસનાં 297 કેસ નોંધાયા છે. તાવનાં 138 કેસ અને ઝાડા- ઉલ્ટીનાં 102 કેસ નોંધાયા છે. પહેલીવખત સીઝનમાં કમળો પણ નજરે પડ્યો છે અને કમળાનાં તાવનાં બે કેસ નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપા તંત્ર દ્વારા રોગચાળો કાબુમાં લેવા શ્રેણીબધ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. ગયા એક સપ્તાહમાં 9806 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 646 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. 198 જેટલા બાંધકામ સ્થળ, શાળા- હોસ્પિટલ સંકુલો, હોટેલો, ઉદ્યોગો, હોસ્ટેલ, ભંગારનાં ડેલા, સેલર, પેટ્રોલ પંપ, સરકારી કચેરીઓનાં સ્થળો પર મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી

Read About Weather here

અને 443 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. શહેરનાં માર્કેટિંગ યાર્ડ, હુડકો ક્વાર્ટર, રામનાથપપરા ગરબી ચોકથી જુમા મસ્જીદ અને આસપાસનો વિસ્તાર, સાધુવાસવાણી રોડ, ગીત ગુર્જરી, રેલનગરમાં ઋષિકેશ પાર્ક અને ઘનશ્યામ વાટિકા, અમરજીતનગર, પોપટપરા, કૃષ્ણનગર, કેવડાવાડી, રૈયાધાર વગેરે વિસ્તારોમાં તથા સૈફી કોલોની અને ગાંધી વસાહત પાસે વ્હીકલ માઉન્ટેન મશીનથી ફોગીંગ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here