પરાજય અંગે કોંગ્રેસનું ઘેરું મનોમંથન, વડા તરીકે સોનિયા યથાવત

પરાજય અંગે કોંગ્રેસનું ઘેરું મનોમંથન, વડા તરીકે સોનિયા યથાવત
પરાજય અંગે કોંગ્રેસનું ઘેરું મનોમંથન, વડા તરીકે સોનિયા યથાવત

સંસદનું બજેટ સત્ર પૂરું થયા બાદ કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે: ગાંધી પરિવારની રાજીનામા આપવાની ઓફર પક્ષની કારોબારીએ ફગાવી
સોનિયાની નેતાગીરીમાં પુન: વિશ્ર્વાસ વ્યક્ત કરતા મોટાભાગનાં નેતાઓ: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને અન્ય ત્રણ નેતાઓની સૂચક ગેરહાજરી

યુપી અને પંજાબ સહિતનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને સખ્ત અને સજ્જડ પરાજય મળ્યા બાદ યોજાયેલી કોંગ્રેસની કારોબારી બેઠકમાં પરાજયનું વિષ્લેષણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગાંધી પરિવારની નેતાગીરીમાં મોટાભાગનાં કારોબારી સભ્યોએ પુન: વિશ્ર્વાસની લાગણી વ્યક્ત કરી હતી. સોનિયા ગાંધી અત્યારે કોંગ્રેસનાં કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચાલુ રહેશે. ગાંધી પરિવારનાં રાજીનામાની ઓફર કારોબારીએ નકારી કાઢી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસ કારોબારીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને અન્ય ત્રણ નેતાઓની ગેરહાજરી સૂચક રહી હતી. પક્ષનાં પરાજયનાં કારણો વિશે બેઠકમાં ઊંડું મનોમંથન કરવામાં આવ્યું હતું અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, સોનિયા ગાંધી ઓગસ્ટ- સપ્ટેમ્બર સુધી પક્ષનાં પ્રમુખ પદે ચાલુ રહેશે. સંસદનું સત્ર 8 એપ્રિલે પૂરું થયા બાદ કોંગ્રેસની ચિંતન શિબિર પણ યોજવામાં આવશે.

કારોબારી બેઠકમાં એક તબક્કે સોનિયા ગાંધીએ એવું સૂચન પણ કર્યું હતું કે, હું અને મારા સંતાનો અમારા હોદ્દાઓ છોડીને બાજુએ હટી જવા તૈયાર છીએ. જો પક્ષ ઈચ્છે તો અમે સુકાન છોડી દેવા માંગીએ છીએ. પણ ધારણા મુજબ કારોબારીએ ઓફર ફગાવી દીધી હતી. કોંગ્રેસનાં નેતાઓએ સોનિયાની નેતાગીરીમાં વિશ્ર્વાસનો પુનઉચ્ચાર કર્યો હતો અને એમને હોદ્દા પર ચાલુ રહેવા વિનંતી કરી હતી.

તેમણે મોરચા પર રહીને કોંગ્રેસને નેતૃત્વ પૂરું પાડવા, સંસ્થા પાંખની નબળાઈઓ દૂર કરવા અને સંગઠન પાંખમાં તમામ અસરકારક અને જરૂરી સર્વગ્રાહી ફેરફારોનાં નિર્ણયો લેવા સોનિયાને વિનંતી કરી હતી અને રાજકીય પડકારોને પહોંચી વળવા પક્ષનાં સહયોગની નેતાગીરીએ ખાતરી આપી હતી. સોનિયાએ બેઠકનાં પ્રારંભમાં જ કહ્યું હતું કે, જો પરાજય માટે ગાંધી પરિવાર જવાબદાર લાગતો હોય તો હું, રાહુલ અને પ્રિયંકા પક્ષ માટે કોઈપણ બલિદાન આપવા તૈયાર છીએ. કારોબારી એ તુરંત જ આ ઓફર નકારી કાઢી હતી. રાહુલ ગાંધીએ કારોબારીમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની લડાઈ ભાજપ સાથે છે.

Read About Weather here

ભાજપ પાસે અત્યંત આધુનિક ચૂંટણીલક્ષી તંત્ર અને માળખું છે. એવું જ કોંગ્રેસે વિકસિત કરવું જોઈએ. પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંઘને હટાવવાનો નિર્ણય મોડેથી લેવાયાનું સ્વીકારતા સોનિયાએ પોતાની ભૂલ સ્વીકારી હતી. કારોબારીનાં સભ્યો દિગ્વિજયસિંહ, મુનિયપ્પા અને મુકુલ વાસનિક જેવા નેતાઓએ એવું સૂચન કર્યું હતું કે, રાહુલ ગાંધી વધુ સક્રિય બની નેતાઓ અને કાર્યકરોને વધુ મળવું જોઈએ. જે કોઈ નવા નેતા આવે તેઓ સ્વીકાર્ય, જવાબદાર હોવાની સાથે સહુ ગમે ત્યારે મળી શકે તેવા હોવા જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here