ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો કડવો અનુભવ…!

ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો કડવો અનુભવ…!
ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો કડવો અનુભવ…!
સયંતનીએ બૉડી શૅમ અંગે પણ વાત કરી હતી. સયંતની ઘોષ ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ છે. સયંતનીએ હાલમાં જ પોતાના સ્ટ્રગલ, કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે એક સમયે આર્થિક તંગીને કારણે તેણે પોતાનું ઘરનું ઘર વેચી નાખ્યું હતું અને તે ભાડાના ઘરમાં રહેવા ગઈ હતી.  મોડલિંગના દિવસોમાં સયંતનીને બ્રેસ્ટ સાઇઝ વધારે હોવાને કારણે અનેક વાતો સાંભળવી પડી હતી.વેબ પોર્ટલ ‘બોલિવૂડ બબલ’ના અહેવાલ પ્રમાણે, સયંતનીએ પોતાના મોડલિંગના દિવસોને યાદ કરીને એક કિસ્સો કહ્યો હતો. સયંતનીએ કહ્યું હતું, ‘મને આજે પણ મારા મોડલિંગ દિવસો યાદ છે અને મારી છાતી ક્યારેય સપાટ નહોતી. અન્ય ભારતીય યુવતીઓની જેમ જ મારું પણ એવું જ ફિગર છે. સાથી મહિલા મોડલે મને પૂછ્યું હતું, ‘ઓહ..તારે તો ફ્લેટ ચેસ્ટ નથી. તારી બ્રેસ્ટ સાઇઝ જોઈને તો એમ લાગે છે કે તું બહું જ સેક્સ માણતી હોઈશ, ખરું ને?’ તેની આવી વાતો સાંભળીને મને આંચકો લાગ્યો હતો. તે સમયે હું વર્જીન હતી અને મારી ઉંમર માત્ર 18 વર્ષની હતી. આ બધી વાતોથી જાણે-અજાણે હું ઘણી જ ડરતી હતી.’વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘આપણે મહિલાઓના બ્રેસ્ટ અંગે કંઈક વધુ પડતું જ વિચારીએ છીએ. આ બંને બાજુથી મહિલાઓને ડરાવે છે, જો સાઇઝ થોડીક પણ વધારે હોય તો પણ મુશ્કેલી છે અને ફ્લેટ ચેસ્ટ હોય તો પણ મુસીબત છે. આ સમાજના માપદંડો અને દેખાવ ચોક્કસ રીતનો હોવો જોઈએ તેવા પ્લાસ્ટિકી માપદંડો છે. મને લાગે છે કે સુંદરતાનાઆ ધારા-ધોરણો નેગેટીવ છે અને છતાંય તેમાં તમારે પડવું પડે છે.’

Visit Saurashtra Kranti Homepage here

બૉડી શૅમ અંગે આગળ વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે મોડલિંગના દિવસોમાં જ એક મહિલાએ તેની પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું, ‘તું બંગાળી છો અને બંગાળી સ્ત્રીઓ સેક્સ્યુઅલી ઘણી જ આકર્ષક હોય છે.’સયંતનીએ કાસ્ટિંગ કાઉચ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘મેં ક્યારેય બહુ બધા કાસ્ટિંગ લોકો સાથે મુલાકાત કરી નથી. જ્યારે હું મુંબઈ કામના સંદર્ભે આવી ત્યારે મને એક પછી એક કામ મળવા લાગ્યું હતું. શરૂાતના દિવસોમાં કાસ્ટિંગ ડિરેક્ટર એવી કોઈ પોસ્ટ પણ નહોતી. તે સમયે ક્રિએટિવ, ચેનલ તથા પ્રોડ્યૂસર જ કાસ્ટિંગ કરતા હતા. શરૂઆતના ચાર-પાંચ વર્ષમાં મેં મારી અલગ ઓળખ બનાવી હતી અને પછી લોકો સામેથી જ મને કામ આપતા હતા, પણ શરૂઆતના દિવસોમાં કાસ્ટિંગ કાઉચના અનુભવો જરૂરથી થયા હતા. તે સમયે હું ઘણી જ નાની હતી અને તે વાત સમજી શકતી નહોતી. જોકે, એક કિસ્સો મને આજે પણ બરોબર યાદ છે.’એક્ટ્રેસે કહ્યું હતું, ‘મારી એક બંગાળી ફિલ્મની જ આ વાત છે. હું એક્ટિંગ બેકગ્રાઉન્ડમાંથી આવી નથી. હું જાતે જ ટ્રેઇન્ડ થઈ છું, તેથી જ મને કહેવામાં આવ્યું હતું કે મારે એક્ટિંગ વર્કશોપ્સ તથા સ્ક્રિપ્ટ રીડિંગ સેશનમાં ભાગ લેવો પડશે. આ વાત 2003-04ના સમયની છે. તે સમયે હું કોલકાતામાં હતી. આજે ફ્લેટ કલ્ચર છે, પરંતુ તે સમયે અમે જૂના ઘરમાં રહેતા હતા. અમારો ફ્લેટ હતો અને મારી માતાએ ફ્લેટમાં રીડિંગ સેશન લેવાની વાત કરી હતી.

તે વ્યક્તિએ મને એવું કહ્યું કે રીડિંગ સેશન દરમિયાન તું અને હું એકલા જ હોવા જોઈએ. આસપાસ બીજી કોઈ વ્યક્તિ ના જોઈએ.”મારી ઉંમર 18-19 વર્ષની હતી અને મારી માતા હંમેશાં મારી સાથે હોય તે સમજી શકાય તેવી વાત છે. તે વ્યક્તિએ એવું કહ્યું કે મારે તારી સાથે એકલામાં ટાઇમ જોઈએ છીએ, નહીંતર હું તને કેવી રીતે ટ્રેઇન કરી શકીશ. જોકે, મારી માતા હંમેશાં સેટ પર મારી સાથે રહેતી અને તે વ્યક્તિએ ફરી ક્યારેય આવી વાત કરી નહોતી. હું તે સમયે નવી હતી અને મને સતત ડર લાગતો હતો. ભગવાનની દયાથી મને તે ફિલ્મમાંથી કાઢી પણ મૂકવામાં આવી નહોતી. અલબત્ત, આ બધી વાતોથી હું ઘણી જ અસહજ થઈ જતી હતી.’સયંતનીએ કહ્યું હતું કે માત્ર કોલકાતામાં જ નહીં, પરંતુ મુંબઈમાં પણ આવો જ અનુભવ થયો હતો.

Read About Weather here

તે સમયે એક વ્યક્તિએ તેને ફિલ્મની ઑફર આપવાની વાત કરી હતી અને તે તેને મળવા ગઈ હતી. તેણે તેનો પોર્ટફોલિયો જોયો અને પછી છેલ્લે એમ કહ્યું હતું, ‘આપણે એકબીજા સાથે વધુ સમય પસાર કરવો જોઈએ અને એકબીજાને સમજવા જોઈએ.’સયંતનીએ આર્થિક તંગી અંગે પણ વાત કરી હતી. દોઢ વર્ષ સુધી તેની પાસે કોઈ જ કામ નહોતું. એક્ટ્રેસે કહ્યું હતું, ‘હું કોલકાતાથી આવી છું અને 24 વર્ષની થઈ ત્યારે ‘નાગિન’ સિરિયલ મળી હતી અને લોકો મને ઓળખવા લાગ્યા હતા. લોકો કહેવા લાગ્યા હતા કે આ બંગાળથી આવી છે. બે વર્ષમાં મારી પાસે ઘણું જ હતું. મારી પોતાની કાર હતી. મારું પોતાનું એક ઘર હતું અને ઓન પેપર મારી પાસેથી 3થી વધુ ઘર હતાં. દોઢ વર્ષની અંદર જ મારો ખરાબ સમય આવતા હું ભાડાના ઘરમાં રહેવા મજબૂર બની હતી, કારણ કે ‘નાગિન’ સિરિયલ અચાનક જ બંધ થઈ હતી અને મારે બધું જ વેચવું પડ્યું હતું. આ ઇન્ડસ્ટ્રી ખરાબ સમયમાં અલગ જ રીતે વર્તન કરે છે. તમે ચોક્કસ શોમાં આ પ્રકારની ભૂમિકા ભજવી હતી એટલે તમને બીજા પાત્રમાં સારા લાગશો નહીં.’સયંતનીએ સિરિયલ ‘કુમકુમઃ એક પ્યારા સા બંધન’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ‘નાગિન’, ‘મહાભારત’, ‘સંજીવની 2’ સહિતની વિવિધ સિરિયલમાં જોવા મળી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સયંતનીએ લોંગ ટાઇમ બોયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લગ્ન કર્યાં હતાં. સયંતની છેલ્લે ટીવી સિરિયલ ‘તેરા યાર હૂં મૈં’માં જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here