સિંગરને ફોટા પડાવવા ભારે પડ્યા…!

સિંગરને ફોટા પડાવવા ભારે પડ્યા…!
સિંગરને ફોટા પડાવવા ભારે પડ્યા…!
એરપોર્ટ પર બંનેએ સાથે પોઝ આપ્યા હતા. પત્ની સોનિયા કપૂર સાથે પોઝ આપતી વખતે હિમેશ રેશમિયાની એક હરકતને કારણે તે સો.મીડિયા યુઝર્સના નિશાને આવી ગયો હતો. બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયા હાલમાં જ પત્ની સોનિયા કપૂરની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.  હિમેશનો આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. ઉલ્લેખનીય છે કે હિમેશ પત્ની સાથે ચંદીગઢમાં આયોજિત એક કોન્સર્ટમાં ભાગ લેવા માટે જતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હિમેશ પત્ની સોનિયા કરતાં ઊંચાઈમાં નાનો છે, આથી જ એરપોર્ટ પર પોઝ આપતી વખતે પત્નીની હાઇટ મેચ કરવા માટે હિમેશ પગની આંગળીઓ પર ઊંચો થતો હતો અને એક પોઇન્ટ પર કૂદીને પોઝ આપતો હોય તેમ લાગતું હતું. એરપોર્ટ પર હિમેશ પ્રિન્ટેડ શર્ટ, ડેનિમ તથા વ્હાઇટ સ્નીકર્સમાં હતો અને સોનિયા વ્હાઇટ રંગના પેન્ટ-સૂટમાં હતી. સો.મીડિયા યુઝર્સે આ વાત ધ્યાનમાં લીધી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે હિમેશે પોતાની હાઇટનો સ્વીકાર કરવો જોઈએ અને તેને છુપાવવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. કેટલાંકે એમ પણ કહ્યું હતું કે તેણે પોતાના વ્યક્તિત્ત્વનો સ્વીકાર કરી લેવો જોઈએ.

Read About Weather here

યુઝર્સે ટોમ હોલેન્ડ-જેન્ડાયા તથા ટોમ ક્રૂઝ-નિકોલ કિડમેનનું ઉદાહરણ આપ્યું હતું. એક યુઝરે કહ્યું હતું કે ક્યારેય પણ ટોમ ક્રૂઝ જ્યારે નિકોલ સાથે હોય છે ત્યારે આમ કરતો નથી. અન્ય એકે કહ્યું હતું કે કોઈ પણ ટોમ ક્રૂઝની જેમ પોતાને કૅરી કરી શકે નહીં. ત્રીજાએ કહ્યું હતું કે સોફી ટર્નર પણ પતિ કરતાં લાંબી છે. ટોમ હોલેન્ડની પણ હાઇટ ઓછી છે. કેટલાંકે એમ કહ્યું હતું કે ખબર નથી પડી કે જો પત્ની પતિ કરતાં ઊંચી છે તો તેમાં મુશ્કેલી કયા છે. અન્ય એકે કહ્યું હતું કે તે લાંબી છે તો છે લાંબી, એમાં શું.હિમેશના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે થોડાં સમય પહેલાં જ ‘સા રે ગા મા પા’ શોને જજ કર્યો હતો. હિમેશે 21 વર્ષની ઉંમરે કોમલ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને દીકરો સ્વયં છે. જોકે, 2016માં હિમેશ તથા કોમલના ડિવોર્સ થયા હતા. 2018માં હિમેશે લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. સોનિયા કપૂર જાણીતી ટીવી એક્ટ્રેસ છે.આ ઉપરાંત હિમેશે અનેક રિયાલિટી શો જજ કર્યા છે. હિમેશે ‘કર્ઝ’, ‘રેડિયો’, ‘ધ એક્સપોઝ’ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here