5 દિવસ માટે ગરમીનું કેલેન્ડર…!

યુરોપમાં 1500 લોકોના મોત
ગરમીનો વધુ એક રાઉન્ડ...!
રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનથી શરૂ થયેલા ગરમ-સૂકા પવનોથી રવિવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14થી 17 માર્ચ દરમિયાન અમદાવાદ સહિત સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

બાદમાં ગરમી એકથી બે ડિગ્રી સુધી ઘટશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમદાવાદમાં રવિવારે વહેલી સવારથી ગરમી વધી છે, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 38.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. તેમજ શહેરમાં ભેજનું પ્રમાણ સવારે 8ઃ30 કલાકે 41%થી ઘટીને સાંજે 5ઃ30 કલાકે 20%એ પહોંચતા વાતાવરણમાં ગરમીની સાથે બફારો પણ વધ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં બે દિવસમાં અમદાવાદમાં ગરમી અચાનક 2 ડિગ્રી વધી જતા લોકો આકુળવ્યાકુળ થઈ ગયા હતા.બીજી તરફ, રાજ્યના અન્ય 17 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધુ અને તે પૈકીના આઠ શહેરમાં 39.0 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

Read About Weather here

એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી બે દિવસમાં આકાસ સ્વચ્છ રહેવાથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન એકથી બે ડિગ્રી વધશે. અમદાવાદનું મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન પણ 2 ડિગ્રી જેટલું વધીને 21 ડિગ્રીએ પહોંચશે. બે દિવસ બાદ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં મહત્તમ તાપમાન યથાવત્ રહેશે, પરંતુ લઘુતમ તાપમાન એક-બે ડિગ્રીનો ઘટવાની શક્યતા હોવાથી બપોરે ભારે ગરમીનો પ્રકોપ વર્તાશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હિટવેવનું મોજું ફરી વળતાં ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર અને કંડલા પોર્ટ પર ગરમી 39થી 40 ડિગ્રીની આસપાસ પહોંચતાં લોકોએ ઉનાળો આવ્યાનો અનુભવ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here