આજનો દિવસ મારા માટે એક યાદગાર અવસર છે: વડાપ્રધાન

આજનો દિવસ મારા માટે એક યાદગાર અવસર છે: વડાપ્રધાન
આજનો દિવસ મારા માટે એક યાદગાર અવસર છે: વડાપ્રધાન

સમગ્ર વિશ્ર્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી અને છે તો માત્ર ગાંધીનગરમાં, કોરોનાકાળમાં કોઇને ખાવાનું કે દવા પહોંચાડીને પોલીસનો માનવીય ચહેરો ઉભરી આવ્યો: નરેન્દ્ર મોદી

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્તૃત ક્ષેત્ર છે. તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માંગ છે. આખા વિશ્ર્વમાં માત્ર ગાંધીનગર એકમાત્રમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું છે કે, આજના સમયામાં ક્રાઇમ ડિટેક્શન માટે ટેક્નોલોજી મદદરૂપ થઇ રહી છે. તેવા સંજોગોમાં યોગ્ય લોકો પાસે યોગ્ય હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. તમે કેટલાક કેસ સ્ટડી પણ ભણતા હશો. જેમાં ટેક્નોલોજીની મદદથી કેસ ઉકેલાયા છે. માત્ર પરેડ એ રક્ષાક્ષેત્રનું કામ નથી. તેટલું નહીં દિવ્યાંગ ભાઇ-બહેન રક્ષાશક્તિ ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે. આખા વિશ્ર્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી અને છે તો તે માત્ર ભારતમાં અને એ પણ ગાંધીનગરમાં છે. નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટી આ ત્રણેય યુનિવર્સિટી સાયલોમાં-એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે છે. મોદીએ જણાવ્યું છેકે, હવે કુંટુંબનો નાના થઇ રહ્યાં છે ત્યારે પોલીસ જવાનો 6, 12 કે 16 કલાક સુધી કામ કરે છે ત્યારે સ્ટ્રેસની અનૂભુતિ કરી રહ્યા છે.

ત્યારે આવા સમયે સ્ટ્રેસ ફ્રી એક્ટિવિટી, ટ્રેનિંગની જરૂરિયાત માટે જરૂરી ટ્રેનર જોઇએ. રક્ષાશક્તિ યુનિવર્સિટી આવા ટ્રેનર તૈયાર કરી શકે અને યુનિફોર્મવાળાને મનથી મસ્ત રહે તે કામ કરી શકે. સેનામાં યોગા ટીચર, રિલેક્શેશન ટીચર જેવી આવશક્યતા પડી રહી છે. જે કામ આ યુનિવર્સિટી કરી શકે છે.આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્તૃત ક્ષેત્ર છે. તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માગ છે.

Read About Weather here

એટલા માટે રક્ષાના ક્ષેત્રમાં 21મી સદીના પડકારોને અનુરુપ આપણી વ્યવસ્થા વિકસિત થાય અને તેને સંભાળનારા વ્યક્તિવનું પણ વિકાસ થાય તે હેતુ સાથે આ યુનિવર્સિટીનો જન્મ થયો. પહેલા આ યુનિવર્સિટી ગુજરાત પુરતી હતી બાદમાં તેને કેન્દ્ર સરકારે યોગય્તા આપી. આ દેશનું ઘરેણું છે. આજે એક પાવન અવસર છે. નમક સત્યાગ્રહ અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વમાં જે આંદલોન શરૂ થયું હતું. આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યાં છીએ ત્યારે આ સત્યાગ્રહીઓને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજનો દિવસ મારા માટે એક યાદગાર અવસર છે. આપણા દેશમાં પોલીસનું વરવું ચિત્ર રજૂ કરાય છે. તે ફિલ્મ હોય કે અખબાર હોય પોલીસના ચિત્રણના કારણે સમાજમાં સત્ય પહોંચતું નથી. કોરોનાકાળમાં પોલીસે કોઇને ખાવાનું કે દવા પહોંચાડીને માનવીય ચહેરા જનસામાન્યમાં ઉભરી આવ્યા હતા. પરંતુ ફરી એ અટકી ગયું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here