સહકારી મંડળીની એફડીના વ્‍યાજ પર પણ ટેકસ વસુલવા આઇટીની નોટીસ

સહકારી મંડળીની એફડીના વ્‍યાજ પર પણ ટેકસ વસુલવા આઇટીની નોટીસ
સહકારી મંડળીની એફડીના વ્‍યાજ પર પણ ટેકસ વસુલવા આઇટીની નોટીસ
ઇન્‍કમટેક્‍સ વિભાગે આવક વધારવા માટે હવે કરદાતાઓને પરેશાન કરવાનુ શરુ કર્યું હોવાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે. સહકારી મંડળીઓ પાસેના રહેલી રકમ એફડી પેટે બેંકમાં મુકવામાં આવે અને તે માટે મળતા વ્‍યાજને પહેલા ઇન્‍કમટેક્‍સમાં માફીઆપવામાં આવતી હતી. પરંતુ ઇન્‍કમટેક્‍સ એસેસમેન્‍ટ દરમિયાન આવી આવકને માફી આપવાના બદલે તેના પર પણ ટેક્‍સ વસુલાત કરવા માટેની નોટીસ ફટકારવામાં આવતા વિવાદ સર્જાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

કારણ કે પહેલા જે બાબત પર ટેક્‍સ વસુલવાની વાત તો દુર રહી નોટીસ પણ આપવામાં આવતી નહોતી. તેના પર હવે ટેક્‍સ વસુલાત કરવા માટે નોટીસ આપવાનુ શરુ કરી દેવામાં આવ્‍યુ છે. તેના કારણે ઇન્‍કમટેક્‍સમાં પણ ધીમે ધીમે ઇન્‍સપેકટર રાજ આવતુ હોય તેવુ ચર્ચાય રહ્યુ છે. કારણ કે અત્‍યાર સુધી સહકારી મંડળીઓ પાસે રહેલી રકમ અન્‍ય બેંકમાં ફિક્‍સ ડિપોઝીટ પેટે મુકવામાં આવ્‍યા બાદ દર વર્ષે તે માટે વ્‍યાજ મળતુ હોય છે.

તે વ્‍યાજ પર ટેક્‍સ વસુલાત કરવામાં આવતો નહોતો. પરંતુ હાલમાં ચાલી રહેલા ઇન્‍કમટેક્‍સ એસેસમેન્‍ટ દરમિયાન સહકારી મંડળીઓએ દર્શાવેલી વ્‍યાજની આવક પર પણ ટેક્‍સ વસુલાત કરવા માટે સહકારી મંડળીઓને નોટીસ ફટકારી છે. તેના લીધે સહકારી મંડળીઓના સંચાલકો દોડતા થઇ ગયા છે. તેમજ સહકારી મંડળીઓ દ્વારા આરબીઆઇ પાસેથી સર્ટીફીકેટ પણ લેતી હોય છે. તેમ છતાં ઇન્‍કમટેકસના અધિકારીઓએ ફટકારેલી નોટીસથી આગામી દિવસોમાં પરેશાનીમાં વધારો થવાની શકયતા નકારી શકાય તેમ નથી.

Read About Weather here

કાયદાની ઉપરવટ કરાયેલી કાર્યવાહીથી વિવાદ સર્જાયો ઇન્‍કમટેક્‍સના કાયદાની કલમ ૮૦ પી (ર) (ડી)માં સ્‍પષ્‍ટ જણાવવામાં આવ્‍યુ છે કે સહકારી મંડળીઓ દ્વારા મુકવામાં આવતી એફડીની રકમ પર મળતા વ્‍યાજને આવકમાંથી માફી આપવામાં આવતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here