રશિયા-યુક્રેન યુદ્ધ બ્રેકિંગ

રશિયા-યુક્રેન યુદ્ધ બ્રેકિંગ
રશિયા-યુક્રેન યુદ્ધ બ્રેકિંગ
યુક્રેનની સંસદના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપવામાં આવી છે. ઇવાને રશિયાના સૈન્યને સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 17મો દિવસ છે. રશિયાની સેનાએ યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઇવાન ફેડોરોવનું અપહરણ કર્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું- આ ISISના આતંકીઓ જેવું કૃત્ય છે.ઝેલેન્સ્કીએ કહ્યું- આ રશિયાની સેનાની નબળાઈની નિશાની છે. તેઓ યુક્રેનિયન અધિકારીઓના પ્રતિનિધિઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેલિટોપોલના મેયરનું અપહરણ કરવું એ સમુદાય વિરુદ્ધ ગુનો છે. રશિયાની સેના ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ જેવું કૃત્ય કરી રહી છે.અમેરિકાએ રશિઆ અને બેલારુસમાં લક્ઝરી સામાનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.પોલેન્ડના વોર્સો અને ક્રેકો શહેરો યુક્રેનના શરણાર્થીઓથી ઉભરાઈ ગયા. એક લાખથી વધારે શરણાર્થીઓ વોર્સોમાં અને 2 લાખથી વધારે ક્રેકો શહેરમાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

બન્ને શહેરોમાં હવે વધારે શરણાર્થીઓને સમાવવાની ક્ષમતા નથી.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું- કેનેડા યુક્રેનના લોકોની સાથે છે. G7 દેશો રશિયાને આર્થિક રીતે અલગ કરી દેશે, પુતિન અને તેના સમર્થકો પર દબાણ લાવી લાવશે.સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં 25 લાખ લોકોએ દેશ છોડી દીધો છે, જેથી બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં શરણાર્થીઓનું સૌથી મોટું સંકટ સર્જાયું છે.યુક્રેનના એક અધિકારીએ કહ્યું છે કે માર્યુપોલ શહેરમાં રશિયન બોમ્બમારામાં માર્યા ગયેલા લોકોની ગણતરી કરવી શક્ય નથી કારણ કે બોમ્બમારો બંધ થયો નથી.અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને પણ રશિયન શરાબ, સીફૂડ અને હીરાની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે, અમેરિકા રશિયાનો વેપાર દરજ્જો ઘટાડશે અને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ હટાવી દેશે.આ સાથે જ, બાઈડને યુએસ સંસદમાં કહ્યું- પુતિન એક હુમલાખોર છે અને જો તેણે થર્મોબેરિક કેમિકલ વેપનનો ઉપયોગ કર્યો તો તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.બ્રિટિશ અમેરિકન તમાકુની પ્રખ્યાત કંપનીએ રશિયામાં તેનો બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી છે.લુહાન્સ્ક ઓબ્લાસ્ટના 70% ભાગ પર રશિયાનું નિયંત્રણ છે.આ તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ચેતવણી આપી છે કે, જો રશિયા યુક્રેનમાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરશે, તો તેને મોટી કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું- જો નાટો અને રશિયા વચ્ચે સીધી લડાઈ થશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે. યુનાઇટેડ સ્ટેટ્સ, અન્ય પશ્ચિમી દેશોની જેમ, યુક્રેનને એન્ટી એરક્રાફ્ટ અને ટેન્ક વિરોધી મિસાઇલો જેવા શસ્ત્રો મોકલી રહ્યું છે.

તેમજ ગુપ્ત માહિતી પણ શેર કરી રહ્યા છીએ.રશિયાએ યુક્રેનમાં હુમલા વધુ ઘાતક બનાવ્યા છે. પશ્ચિમમાં હવાઈ ક્ષેત્રો અને પૂર્વમાં એક મુખ્ય ઔદ્યોગિક શહેર પર રશિયન સેનાએ હુમલા કર્યા છે. જ્યારે યુક્રેનની રાજધાની કીવની બહાર એક સપ્તાહથી વધુ સમયથી રશિયન સેનાએ ઘેરાબંધી કરી છે. યુદ્ધ વિશેષજ્ઞોના મતે રશિયન સેનાનો કાફલો કીવ શહેરને કબજે કરવાનો વ્યૂહ ઘડી રહ્યો હોવાની શક્યતા છે. દરમિયાન અમેરિકાએ રશિયા પર વધુ કડક ટ્રેડ પ્રતિબંધો મૂક્યા છે.જો કે, અમેરિકાએ નવા પ્રતિબંધો લગાવ્યા પછી રશિયન સેના દ્વારા યુક્રેન પર વધુ ભીષણ હુમલા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જાનમાલના પારાવાર નુકસાનની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

અમેરિકાએ G-7ના નેતાઓને કહ્યું છે કે તે એ બાબતને સુનિશ્ચિત કરે કે રશિયાને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) તથા વિશ્વ બેન્ક પાસેથી જોઈ જ નાણાકીય સહાય મળવી જોઈએ નહીં. રાષ્ટ્રપતિ બાઈડને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર પણ કરશે કે જેમાં રશિયા સ્થિત કોઈ પણ વ્યક્તિને લક્ઝરિયસ વસ્તુની નિકાસને સમાપ્ત કરી દેવામાં આવશે.રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 16 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તેનો અંત આવી રહ્યો નથી. રશિયાએ યુક્રેનના અનેક શહેરો ઉપર વ્યાપક પ્રમાણમાં હુમલા કર્યાં છે. બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે છેલ્લા બે દિવસમાં યુક્રેનમાંથી આશરે એક લાખ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

જ્યારે ફેસબુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રશિયાના આક્રમણ તથા પુતિન વિરુદ્ધ ખુલ્લીને બોલવાની મંજૂરી આપી છે.અમેરિકાએ G-7ના નેતાઓને કહ્યું છે કે તે એ બાબતને સુનિશ્ચિત કરે કે રશિયાને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) તથા વિશ્વ બેન્ક પાસેથી જોઈ જ નાણાકીય સહાય મળવી જોઈએ નહીં. રાષ્ટ્રપતિ બાઈડને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર પણ કરશે કે જેમાં રશિયા સ્થિત કોઈ પણ વ્યક્તિને લક્ઝરિયસ વસ્તુની નિકાસને સમાપ્ત કરી દેવામાં આવશે. તો બીજી બાજુ અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC)માં સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિએ કહ્યું છે કે યુક્રેન પાસે બાયોલોજીક હથિયાર પ્રોગ્રામ નથી.

એવી કોઈ જ યુક્રેની બાયોલોજીકલ વેપન લેબોરેટરી પણ નથી કે જેને અમેરિકા સપોર્ટ કરે છે.દરમિયાન ખાર્કિવના ગવર્નર કે ઓલે સિનેહુબોવે આરોપ લગાવ્યો છે કે રશિયાની સેનાએ ખાર્કિવમાં એક શેલ્ટર હોમ ઉપર હુમલો કર્યો છે. આ શેલ્ટર હોમમાં 330 લોકો ઉપસ્થિત હતા, જે પૈકી 73 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ આશરે 250 લોકો ફસાયેલા છે, આ લોકો પૈકી કેટલાક દિવ્યાંગ પણ છે.રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકા આર્થિક મોરચે રશિયાને ઘેરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયાથી શરાબ, સી-ફૂડ તથા ડાયમંડ સહિત અન્ય વ્યાપારિક સંબંધો ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે.

Read About Weather here

શુક્રવારે વ્હાઈટહાઉસના રુઝવેલ્ટ રુમથી જે બાઈડને કહ્યું કે વિશ્વ પુતિનનો સામનો કરવા માટે એકજૂટ થાય. રશિયા સાથે અમેરિકાના વ્યાપાર સ્થિતિને સ્થાયી માનવામાં આવે ચે. હવે તેનો અંત લાવી અમેરિકા રશિયા ઉપર દબાણ વધારી રહ્યું છે. અમેરિકા અને અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ બાદ રુબલ છેલ્લા એક મહિનામાં અમેરિકાના ડોલર સામે 76 ટકા તૂટી ગયો છે. આ સંજોગોમાં યુક્રેન સામે લાંબા સમય સુધી યુદ્ધ લડવાની પુતિનની ક્ષમતા ખતમ થઈ શકે છે.આ અગાઉ બાઈડને રશિયાથી ઓઈલ તથા ગેસના ઉત્પાદનોને પ્રતિબંધિત કર્યાં હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here