ભવ્ય વિજય, ભવ્ય સ્વાગત, ભવ્ય રોડ-શો

ભવ્ય વિજય, ભવ્ય સ્વાગત, ભવ્ય રોડ-શો
ભવ્ય વિજય, ભવ્ય સ્વાગત, ભવ્ય રોડ-શો

વડાપ્રધાનને વ્હાલથી વધાવવા ગુજરાતભરમાંથી કાર્યકરો ઉમટયા : કમલમમાં ભાજપના આગેવાનો સાથે સંવાદ
સાંજે પંચાયત મહાસંમેલન : કાલે રક્ષાશકિત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ અને ખેલ મહાકુંભ-2022 ખુલ્લો મુકાશે
રોડ-શો નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા: વડાપ્રધાનું ઠેર ઠેર સ્વાગત કરાયું

કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ-શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં રોડ-શો કર્યો હતો. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.
એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 9 કિલો મીટરના 2 કલાકના રોડ-શો બાદ મોદીનો કાફલો કમલમ પહોંચ્યો હતો. કમલમ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી પર ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નીતિન પટેલ અને રૂપાણી સહિતના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ હતું.એરપોર્ટથી કમલમ સુધીનો 9 કિ.મીનો રોડ-શો દોઢ કલાકમાં પુરો થયો હતો. ભાટ ગામથી કમલમ સુધી રોડ-શોની ઝડપ વધારવી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું ત્યારે તેમનો ભાવભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસવડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓએ અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

આજે 4 વાગ્યા સુધી રાજભવન ખાતે પ્રધાનમંત્રી મોદી રોકાણ કરશે. પ્રધાનમંત્રી મોદી 4 વાગે ૠખઉઈ જવા રવાના થશે. સાંજે 4.30 થી 5.30 ૠખઉઈમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. અને આ પંચાયત મહાસંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. ત્યારબાદ 5.30 વાગ્યે રાજભવન રવાના થશે. અને પ્રધાનમંત્રી મોદી રાજભવન ખાતે બેઠક યોજશે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આવતીકાલે સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સિટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. સવારે 11 વાગે રક્ષાશક્તિ યુનિવર્સિટી પહોંચશે અને ત્યારબાદ સવારે 11.15 વાગે રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે. આ સાથે પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આ પછી તેઓ બપોરે 1 વાગે રાજભવન પહોંચશે. જયાં તેઓ સાંજ 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે અને સાંજે 7 કલાકે જઙ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે. આ સાથે તેઓ હજારોની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે 8 વાગે સ્ટેડિયમથી એરપોર્ટ રવાના થશે. રાત્રીના 8.30 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

Read About Weather here

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ આજે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હોવાથી આજે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી 16 માર્ચે બે બેઠક મળશે. બીજી તરફ ભુપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિમંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે 11 માર્ચના શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યાર બાદ બીજો અને ચોથો શનિ-રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here