5 રાજ્યોની ચૂંટણીમાં કેટલાય નેતાઓની નાવ ડૂબતી-ડૂબતી તરી ગઇ

5 રાજ્યોની ચૂંટણીમાં કેટલાય નેતાઓની નાવ ડૂબતી-ડૂબતી તરી ગઇ
5 રાજ્યોની ચૂંટણીમાં કેટલાય નેતાઓની નાવ ડૂબતી-ડૂબતી તરી ગઇ

ચૂંટણીનું અવનવું
યુપી ચૂંટણીમાં ભાજપને 41.3% વોટ મળ્યા : કોંગ્રેસના ખાતામાં માત્ર 2.33% આવ્યા, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત 11 મંત્રીઓ હારી ગયા
ઢગલાબંધ નેતાઓ 1 હજારથી પણ ઓછી લીડથી જીત્યા!

5 રાજયોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ઉત્તર પ્રદેશ સહિત 4 રાજયોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા જાળવી રાખી છે. ઉત્તર પ્રદેશમાં પહેલીવાર કોઈ પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મોટા માર્જિનથી જીત્યા છે, પરંતુ રાજયના બે નાયબ મુખ્ય પ્રધાનોમાંથી એક કેશવ પ્રસાદ મૌર્યને સિરાથુ વિધાનસભા ક્ષેત્રમાંથી હારનો સામનો કરવો પડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત પ રાજ્યોના ચૂંટણીના પરીણામ પર નજર કરીએ તો ઢગલાબંધ એવા નેતાઓ છે કે જેની નાવ ડૂબતી-ડૂબતી માંડ કિનારે પહોંચી છે. એ નેતાઓ એવા છે કે જે 1000 થી પણ ઓછી લીડથી જીત્યા છે. અમુક નેતાઓતો ખાલી 50 મતથી સરસાઇથી પણ જીત મેળવી છે. તો અમુક ઉમેદવારોએ સૌથી વધુ મત મેળવીને ઇતિહાસ પણ બનાવ્યો છે.
અખિલેશ યાદવ પણ ચૂંટણી જીત્યા છે.હારનારાઓમાં એક મોટું નામ સ્વામી પ્રસાદ મૌર્યનું પણ છે, જેઓ યોગી સરકારમાં મંત્રી હતા. જોરદાર જીત બાદ આજે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારાઓમાં જોરદાર રાજકીય હલચલ જોવા મળશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 37 વર્ષમાં પહેલીવાર ઉત્તર પ્રદેશની જનતાએ ફરીથી રાજયની કમાન શાસક પક્ષને સોંપી છે. જોકે યોગી આદિત્યનાથ સરકારના 11 મંત્રીઓ ચૂંટણીમાં હારી ગયા છે અને તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હારનારાઓમાં રાજયના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને શેરડી પ્રધાન સુરેશ રાણા જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપે ફરી જીત મેળવી છે. ચૂંટણીમાં ભાજપને 41.3 ટકા વોટ (3.80 કરોડ વોટ) મળ્યા જયારે સમાજવાદી પાર્ટીને 32.1 ટકા મત એટલે કે 2.95 કરોડ વોટ મળ્યા. કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ થયું છે. તેમને માત્ર 21.51 લાખ મત મળ્યા અને તે માત્ર 2 બેઠકો પર જ ઘટી ગઈ.

યુપીમાં પોતાની પ્રચંડ જીતથી ભાજપાએ દેખાડી દીધું છે કે અર્થવ્યવસ્થાના મેનેજમેન્ટ અંગે તેની ટીકા સામે લડવા માટે તેનું જનસમર્થન જળવાયેલું છે. આ ચૂંટણી પરિણામોએ 2024ની લોકસભા ચૂંટણી જીતવાની ભાજપાની શક્યતાઓ વધારી દીધી છે. આ અખબાર એમ પણ લખે છે કે ભાજપાની જીત રાષ્ટ્રીય રાજકારણમાં તેની સ્થિતિ મજબૂત કરશે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને ધર્મનિરપેક્ષતાના સંસ્થાપક સિધ્ધાંતોથી દૂર થવાના મોદીના દૃષ્ટિકોણને જોરદાર સમર્થન પ્રદાન કરશે. ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે, મોદીના પક્ષને રાજ્યો અને લોકસભાની ચૂંટણીઓમાં ક્યારેક ક્યારેક સ્થાનિક પક્ષો સાથે સંઘર્ષ કરવો પડયો છે પણ તેમાંથી કોઇપણ પક્ષ માટે વિપક્ષના રૂપમાં બહાર આવીને દેશ પર તેમની પકડને પડકારવી સરળ નથી. રાષ્ટ્રીય સ્તરે ઉપસ્થિતી ધરાવતો સૌથી મોટો વિપક્ષ કોંગ્રેસ ઝડપથી નબળો પડતો દેખાઇ રહ્યો છે.

Read About Weather here

લંડનનું ડેઇલી ટેલીગ્રાફ લખે છે કે યુપીમાં જીતથી મોદીની 2024માં સતત ત્રીજી જીત મેળવવાની આશાઓને બળ મળશે અને પાછલા દાયકામાં દેશના સૌથી લોકપ્રિય નેતાની તેમની છબી વધુ મજબૂત થશે.ઉલ્લેખનીય છે કે રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સતત બીજી વખત જીત મેળવી ચૂકી છે. આટલું જ નહીં અન્ય ત્રણ રાજયોમાં પણ તેણે પોતાની વિજય આગેકૂચ જાળવી રાખી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. યુપી ચૂંટણીને વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની લિટમસ ટેસ્ટ તરીકે પણ ગણવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here