સ્ટીલ, પિત્તળ, કોપર સહિતનાં વાસણોના ભાવ ડબલ…!

સ્ટીલ, પિત્તળ, કોપર સહિતનાં વાસણોના ભાવ ડબલ…!
સ્ટીલ, પિત્તળ, કોપર સહિતનાં વાસણોના ભાવ ડબલ…!
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કરણે સ્ટીલ સહિતની તમામ ધાતુના ભાવમાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેની અસર ધાતુના વાસણો પર પણ પડી રહી છે. છેલ્લાં એક મહિનામાં સ્ટીલ, પીતળ, કોપર અને એલ્યુમીનિયમના વાસણના ભાવ એક ડબલ થઈ ગયા છે. ખાસ કરીને સ્ક્રેપના ભાવમાં વધારો થયો હોવાથી તેની અસર વાસણના ભાવ પર પડી હોવાનો મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. સુરતમાં આવતા વાસણોમાંથી મુંબઈથી સ્ટીલના ડબ્બા, તપેલા, થાળી, વાટકા આવે છે.મદ્રાસથી જગ, બરણી, કીટલી, બાઉલ અને મુરદાબાદથી તાંબા, પીતળ અને ફેન્સી વાસણો આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

લોકડાઉન સમયગાળામાં વાસણની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઠપ્પ હતી. જેના કારણે કારીગરોએ અન્ય ધંધા શરૂ કરી દીધા હોવાથી કારીગરોની પણ અછત વર્તાઈ રહી છે. શહેરમાં 750 જેટલી વાસણની દુકાનો હતી. મુશ્કેલીઓને કારણે શહેરના 20 વેપારીઓ દ્વારા દુકાનો બંધ કરી દેવામાં આવી છે. ભાવ વધારાને કારણે હાલ વાસણોનું વેચાણ 20 ટકા જેટલું જ થઈ રહ્યું છે.સ્ટીલ સહિત તમામ ધાતુઓના ભાવમાં ખૂબ જ મોટો વધારો થયો છે.

Read About Weather here

જેના કારણે વાસણોની હોલસેલ અને રિટેઈલના વેપારીઓની પેમેન્ટ સાઈકલ પણ નાની થઈ ગઈ છે. પહેલા પેમેન્ટ સાઈકલ 60 દિવસની હતી. જે હવે માત્ર 15 દિવસની થઈ ગઈ છે. જેથી વેપારીઓને કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ વધારે કરવું પડી રહ્યું છે.સ્ટીલ સહિતના અનેક ધાતુઓના ભાવમાં વધારો થયો છે, જેના કારણે વાસણોના ભાવમાં વધારો થયો છે. જેની સીધી અસર બિઝનેસ પર પડી છે. ફેક્ટરીમાંથી ડાયરેક્ટ બિલ વગર જ ખરીદી કરી રહ્યાં છે. જેના કારણે જેન્યુન ધંધો કરનારને પણ મુશ્કેલી પડી રહી છે.- હિતેશ સાવલિયા, વરાછા સ્ટીલ એસો.પ્રમુખ બીજી તરફ કેટલાક વેપારીઓ માલ સસ્તો વેચવા માટે જીએસટી ચોરી કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here