સાયબર ક્રાઇમ

સાયબર ક્રાઇમ
સાયબર ક્રાઇમ
વાપી ટાઉન વિસ્તારમાં રહેતા 32 વર્ષીય જીજ્ઞેશભાઇ (નામ બદલ્યું છે) ની મિત્રતા એક માસ અગાઉ ફેસબુક થકી એક યુવતી સાથે થઇ હતી. વાપીના બે યુવકને સોશ્યિલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાની ભારે પડી હતી. સુંદર યુવતીઓ મિત્રતા કર્યા બાદ રાત્રે વીડિયો કોલ કરી પોતે અર્ધનગ્ન થઇ યુવકોના પણ કપડા ઉતરાવી તે વીડિયો બીજા દિવસે સોશ્યિલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરતા તેઓ ઘભરાઇ ગયા હતા. પરંતુ સમાજમાં બદનામી થશે તેમ વિચારી પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. જે બાદ બંને રાત્રિના સમયે વાતો કરતા હતા. થોડા દિવસ અગાઉ યુવતીએ જીજ્ઞેશભાઇને વીડિયો કોલ કરતા ફોન ઉપાડતા જ તે અર્ધનગ્ન હાલતમાં દેખાઇ આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વાતોમાં ભેરવી તેણે યુવકના કપડા પણ કઢાવી દીધા હતા.બીજા દિવસે સવારે યુવતીએ વીડિયોમાંથી એક સ્ક્રીન શોટ મોકલાવી આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ જશે કહી રૂ.1 લાખની માંગણી કરી હતી. જે બાદ અવાર નવાર આ વીડિયો યુ-ટ્યુબ ઉપર 70 ટકા, 80 ટકા અને છેલ્લે 94 ટકા અપલોડ થઇ ગયા હોવાના મેસેજો આવતા તેમણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આખરે એક મિત્રના કહેવા બાદ સામાવાળી યુવતીને ગાળો આપતા ફોન કે મેસેજ આવવાનો બંધ થયો હતો.આ જ પ્રકારે વાપી ટાઉન વિસ્તારમાં આવેલ એક ફળિયાના 36 વર્ષીય યુવક સાથે પણ ઘટના બની હતી.

ગમે ત્યારે વીડિયો વાયરલ કરવાનું કહી ફોન ઉપર ધમકી આપી યુવતી ગાળો બોલી પોલીસમાં ફરિયાદ કરી દેવાની ધમકી આપતા 10 દિવસ સુધી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. મિત્રોએ ફ્રોડ યુવતી હોવાનું તેને જણાવ્યું હતું. આ બંને કેસમાં યુવકોએ ભાસ્કર સાથે આ વાત શેર કરી સમાજમાં બદનામી ન થાય તે માટે પોલીસમાં ફરિયાદ ન કર્યા હોવાનું અને લોકો આવા ફ્રોડ કોલ અને છેતરતી યુવતીઓથી સાવચેત રહે તે માટે વાતો શેર કર્યા હોવાનું જણાવી રહ્યા છે.એક સાયબર એક્ષ્પર્ટના જણાવ્યા મુજબ ક્યારે પણ સોશ્યિલ મીડિયામાં કોઇ પણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી તેમજ પોતાનું પર્સનલ ફોટો કે માહિતી શેર ન કરવી. ખાસ કરીને અજાણ્યો વ્યક્તિ વીડિયો કોલ કરે તે ક્યારેય રિસીવ ન કરવી.

Read About Weather here

હેરાન કરતા વ્યક્તિને તાત્કાલિક બ્લોક કરી દેવો જોઇએ.વીડિયો વાઇરલ કરવાની ધમકી વચ્ચે એક કોલ આવ્યો હતો, જેમાં ટ્રુકોલર પર પણ દિલ્હી ક્રાઇમ બ્રાંચ લખેલું હતું અને એક પોલીસ અધિકારીનો ફોટો જોવા મળ્યો હતો. સામાવાળાએ કોલ પર ધમકાવીને જણાવ્યું કે આ યુવતી સાથે તું સેટલમેન્ટ કરી લે, નહીં તો તારી સામે ફરિયાદ થશે તો પછી હું પણ તને બચાવી નહિ શકીશ.> જિજ્ઞેશભાઈઆવા કેસોમાં ભોગ બનનારી વ્યક્તિઓ સમાજમાં બદનામીને લઇ પોલીસમાં ફરિયાદ કરતા નથી અને અમુક લોકો તો ડરથી સામાવાળાના ખાતામાં રૂપિયા પણ જમા કરી દેતા હોય છે. સાયબર ક્રાઇમ પોલીસ આવા સંજોગોમાં ફરિયાદીનું નામ ગુપ્ત રાખે છે કે જેથી તેની ઓળખ ન થાય. જેથી ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમની મદદ લેવી જોઇએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here