ઠંડક ધીમે ધીમે ગાયબ: ગરમીનો સળવળાટ શરૂ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સોમવાર સુધીમાં અમુક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે : તા. 14 થી 16 હિટવેવનો માહોલ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ગરમીનો સળવળાટ શરૂ થયો છે અને ઠંડક સાવ ઓછી થઇ ગઇ છે. છેલ્લા થોડા દિવસોથી માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો સામાન્ય અનુભવ થાય છે અને સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે મહતમ તાપમાનમા વધારા સાથે ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં બપોરના સમયે તડકા સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે રાત્રીના સમયે ગરમીથી રાહત જોવા મળે છે, પરંતુ આગામી સપ્તાહથી ગરમીનો આકરો ડોઝ આવી રહ્યો છે. આ સીઝનમાં ગરમીનો પ્રથમ જોરદાર રાઉન્ડ આવતા સપ્તાહમાં જોવા મળશે. 14મી માર્ચ સુધીમાં અમુક શહેરોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે, તો 14 થી 16 દરમિયાન અમુક સેન્ટરોમાં હિટવેવનો માહોલ જોવા મળશે. હાલમાં વાતાવરણ ચોખ્ખુ થઈ ગયુ છે.

Read About Weather here

બપોરે તડકા સાથે આંશિક ગરમીનો અનુભવ થાય છે. મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ કરતાં થોડું ઉંચુ જોવા મળે છે. જેમ કે અમદાવાદ 36.7, અમરેલી 37.2, વડોદરા 35.2, ભુજ 37.4, રાજકોટ 37.8 ગઈકાલે નોંધાયેલ. હાલમાં મહત્તમ તાપમાન નોર્મલ 34 થી 35 ડિગ્રી ગણાય અને હજુ આવતા સપ્તાહમાં નોર્મલ તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો જોવા મળશે.હાલ પવન મુખ્યત્વે ઉત્તર દિશાના ફૂંકાય છે. પવનની ગતિ શરૂઆતમાં 10 થી 15 કિ.મી. અને તા. 14 થી 16 દરમિયાન 15 થી 25 કિ.મી.ના ફૂંકાશે. તા. 16 આસપાસ સામાન્ય વાદળો છવાવાની શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here