કરોડોનું ફુલેકુ ફેરવનાર સામે પગલા લેવા વેપારીઓની માંગ

કરોડોનું ફુલેકુ ફેરવનાર સામે પગલા લેવા વેપારીઓની માંગ
કરોડોનું ફુલેકુ ફેરવનાર સામે પગલા લેવા વેપારીઓની માંગ

કોઈપણ વ્યકિત પોતાનું માનસિક સંમતુલન ગુમાવી જીવાદોરી ટૂંકાવાનુ પગલુ ભરશે તો તમામ જવાબદારી એમ. જે. ટ્રેડર્સના ભાગીદારની રહેશે: વેપારીઓ
રાજકોટ બેડી યાર્ડના લોહાણા સમાજ વેપાર એસોસિએશન દ્વારા ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરને કરાઈ રજૂઆત

આજે રાજકોટ બેડી યાર્ડના લોહાણા સમાજ વેપાર એસોસિએશન રાજકોટ દ્વારા એમ જે ટેડ્રેસ ના માલિકો મેહુલ સામાણી, અભિ સામાણી અને જયેશ સામાણી સામે છેતરપીંડીની અને વિશ્ર્વાસઘાતની ફરીયાદ નોંધવા અરજી કરી હતી. આ ભાગીદારી પેઢીના માલીકોએ સાથે મળીને યાર્ડના અનેક વેપારીઓનું કરોડોનું ફુલેકુ ફેરવીને હવે પૈસા આપવામાં આનાકાની કરતો હોવાના આક્ષેપ પણ કર્યા હર્તા. વેપારી એસોસિએેશને આપેલ અરજીમાં જણાવ્યું હતું કે, અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડ વેપાર એસોસિએશન માર્કેટિંગ યાર્ડમાં અનાજ અને કઠોળનો છૂટક તથા હોલસેલ વેપાર કરીએ છીએ. આથી અમો ગોડાઉન પરથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવેલ એમ.જે. ટ્રેડર્સ સાથે અનાજ તથા કઠોળનો વેપાર કરેલ છે. વેપાર અંગેની બધી વિગત જેમ કે વેપાર કરેલ અનાજ કઠોળના બીલ બારદાન તથા જોબકામ (મજુરી) ના યોગ્ય પુરાવા આ અરજી સાથે રજુ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

અંદાજે અમો તમામ વેપારીના બાકી લેણા રૂા, 2,69,09,858 – બે કરોડ ઓગણોસીતેર લાખ નવ હજાર આઠસો અઠાવન પુરા જેના સબંધ કરતા એમ.જે. ટ્રેડર્સ વતી (1) મેહુલભાઈ સામાન્ની, (2) અભિભાઈ સામાણી, (3) જયેશભાઈ સામાણી કે જે એમ.જે.ટ્રેડર્સના નામથી રાજકોટ માર્કેટીંગ યાર્ડ (બેડી) ના ભાગીદાર આજ તારીખ સુધી છે. અમો વેપારીભાઈઓ માર્કેટીંગ યાર્ડના નીતી નિયમ મુજબ અલગ અલગ બીલ પેટે બીલ મુજબ એમ.જે. ટ્રેડર્સના ભાગીદારો પાસેથીએમ.જે. ટ્રેડર્સ ભાગીદાર પેઢીના અલગ અલગ રકમના ચેક આપેલ છે . જે અમારા ખાતામાં ચેક જમા કરાવતા તમામ વેપારી વર્ગના ચેક રિટર્ન થયા છે. આ વાતની જાણ અમોએ અલગ અલગ માધ્યમથી એટલે કે એમ. જે. ટ્રેડર્સના બધા ભાગીદાર ઓને ફોન તથા મેસેઝ (બેંકમાંથી રિટનર્ર્ ચેકના આવતા) તેમજ રૂબરૂ મેહુલભાઈ ને કરેલ છે.

આ વાતની જાણ થતા એમ. જે. ટ્રેડર્સના બધા ભાગીદાર અમારા વેચેલા અનાજ તથા કઠોળના બીલના પેમેન્ટ કરવાના તેમજ આ (માલ) અનાજ તથા કઠોળના બાકી નીકળતા રૂપિયા અમોને આપવામાં અનેક પ્રકારના બહાના તથા ગલ્લા તલ્લા કરી રહ્યા છે. અમારા વેચાણ કરેલ અનાજ તથા કઠોળના રૂપિયા પરત આવતા નથી . સાથે સાથે એમ. જે. ટ્રેડર્સના ભાગીદાર મેહુલભાઈ સામાન્ની કહે છે કે તમારા રૂપિયાનો અમોએ રસ્તો કરી નાખેલ છે. તમારા બાકી નીકળતા પૈસા અમારે આપવાના થતા નથી. તેમજ યુ.કે મારા કોઈ ભાગીદાર આ રૂપિયા આપવાના નથી.

એમ. જે. ટ્રેડર્સના ભાગીદાર અમારા લોહાણા સમાજના મોભી તથા આબરૂદાર માણસ છે. તેમજ અમોને અલગ અલગ પ્રકારે માનસિક હેરાનગતી કરી રહયા છે. તેમજ એમ. જે. ટ્રેડર્સ ભાગીદારના સગા તથા ભાઈબંધુ મારફતે અમોને ધાક ધમકી અમોનો તથા અમારા પરીવારને શારીરીક હાની પહોંચાડવાની વાતો કરી રહયા છે. આવા અસામાજીક માથાભારે તત્વોથી ખુબ જ ત્રાહિમામ થઈ ગયા છીએ, અમારી જાણ અનુસાર એમ. જે. ટ્રેડર્સને વેચાણ કરેલ અનાજ તથા કઠોળ એમ.જે. ટ્રેડર્સએ આગળ વેચાણ કરી નાણા કબજે કરી લીધા છે અને અમો તમામ વેપારી વેપારીવર્ગ સાથે ચીટીંગ ફ્રોડ વિશ્વાસ ઘાત કરેલ છે. અમારા અનાજ તથા કઠોળ ના નાણા એમ.જે. ટ્રેડર્સના ભાગીદારોએ અનેક પ્રકારની મિલ્કત તથા જમીન ખરીદી લીધેલ છે.

Read About Weather here

અમારા બધા વેપારીવર્ગના નાણા ફસાવી અમારી આબરૂ, અમારો રોજગાર છીનવી અમારી આર્થિક પરિસ્થિતિને વેરવીખેર કરી નાખેલ છે. આથી સબંધ કરતા અમારા વેપારના નાણા જો અમોને સમય મુજબ નહી મળે તો અમારે અમારી જીવાદોરી ટુંકાવી દેવાનો વચ્ચે આવશે. અમારા વેપારીવર્ગના કોઈપણ વ્યકિત પોતાનું માનસિક સંમતુલન ગુમાવી કોઈપણ પ્રકારનો જીવાદોરી ટુંકાવાનુ પગલુ ભરશે તો આ તમામ જવાબદારી એમ. જે. ટ્રેડર્સના જે ભાગીદાર છે. તેઓની રહે છે. એમ.જે.ટ્રેડર્સ પેઢીના હકક, હિસ્સો ફેરબદલી કરવાના તમામ ઉચ્ચકક્ષાના પ્રયત્નો કરે છે. આથી આજ રોજ અમો માર્કેટીંગ યાર્ડ (બેડી) વેપાર એસોસીએશન તથા લુહાણા સમાજ આપની પાસે યોગ્ય ન્યાયની આશા સાથે આ અરજી આપની સમક્ષ રજુ કરેલ છે. તો યોગ્ય ન્યાય મળે તેવી પો.કમિશનરને રજુઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here