વેરા-વસુલાત શાખા દ્વારા રૂ.64.8 લાખની રિકવરી

વેરા-વસુલાત શાખા દ્વારા રૂ.64.8 લાખની રિકવરી
વેરા-વસુલાત શાખા દ્વારા રૂ.64.8 લાખની રિકવરી

22 મિલ્કતો સીલ, 116 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા 22-મિલ્કતોને સીલ કરેલ તથા 116-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રૂ. 64.08 લાખ રિકવરી કરેલ છે.જેમાં વોર્ડ નં- 6માં રણછોડનગર વિસ્તારમાં આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 50 હજાર રિકવરી. વોર્ડ નં- 7માં ભુપેન્દ્ર રોડ પર આવેલ 4-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે, લાખાજીરાજ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 3.50 લાખ રિકવરી, પેલેસ રોડ પર આવેલ 3-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 10માં કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં આવેલ મેક્સ ફેશનના યુનિટના બાકી માંગણા સામે રૂ. 1 લાખ રિકવરી, કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં આવેલ રિલાયન્સ ફૂટ પ્રિન્ટના યુનિટના બાકી માંગણા સામે રૂ. 1 લાખ રિકવરી. વોર્ડ નં- 12માં વાવડી વિસ્તારમાં આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.60 લાખ રિકવરી. વોર્ડ નં- 15માં આજી રીંગ રોડ પર આવેલ 4-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.89 લાખ રિકવરી.

વોર્ડ નં- 16માં પટેલનગરમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 51 હજાર રિકવરી. વોર્ડ નં- 17માં અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.63 લાખ રિકવરી. વોર્ડ નં- 18માં કોઠારિયા સોલ્વન્ટ પાસે આવેલ 4-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 13.31 લાખ રિકવરી કરવામાં આવી હતી.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here