સસ્‍તું ક્રૂડ ઓઈલ ભૂલી જાઓ…!

સસ્‍તું ક્રૂડ ઓઈલ ભૂલી જાઓ…!
સસ્‍તું ક્રૂડ ઓઈલ ભૂલી જાઓ…!
ક્રૂડના ભાવને ઓછો કરવા માટે અમેરિકાના પ્રેસિડન્‍ટ જો બાઈડને ઓપેકમાં પ્રભાવી ભૂમિકા નિભાવતા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાન અને સંયુક્‍ત આરબ અમીરાતના શેખ મોહમ્‍મદ બિન જાયદ અલ નાહયાનને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્‍યો ન હતો. રશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધ ને પગલે ક્રૂડ ઓઈલની કિંમત આકાશને આંબી રહી છે. આ બંને દેશોએ શરત મૂકી છે કે, પહેલા અમેરિકા તેમનો યમન સામેના યુદ્ધમાં સાથ આપે, ત્‍યારે જ તેઓ બાઈડન સાથે વાત કરશે.

Visit Saurashtra Kranti Homepage here

સાઉદી અરેબિયા અને યુએઈ એવા દેશ છે જે મોટા પ્રમાણમાં વધારાનું ક્રૂડ પુરું પાડી શકે છે. અમેરિકા પણ ક્રૂડની ઊંચી કિંમતથી પરેશાન છે. આ સંકટ પર બાઈડને મંગળવારે કહ્યું કે, તે ક્રૂડની કિંમત ઓછી કરવા માટે કંઈ કરી શકે તેમ નથી. તેમણે કહ્યું કે, આ વ્‍લાદિમીર પુતિનની ભૂલ છે.બાઈડને ચેતવણી આપી છે કે, અમેરિકામાં ઓઈલની કિંમત હજુ વધી શકે છે. અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે, બાઈડને સાઉદી અરેબિયાના શક્‍તિશાળી ક્રાઉન પ્રિન્‍સ સાથે વાત કરવા ઈચ્‍છી હતી, પરંતુ તેમણે જવાબ ન આપ્‍યો. જોકે, બાઈડને ક્રાઉન પ્રિન્‍સના ૮૬ વર્ષના પિતા સાથે વાત કરી.

Read About Weather here

બીજી તરફ, યુએઈના શેખ મોહમ્‍મદએ પણ બાઈડનના ફોન અનુરોધને ઠુકરાવી દીધો. યુએઈએ હવે કહ્યું કે, તે આ વાતચીત હવે પછીથી થશે.અમેરિકા ઈચ્‍છે છે કે, તે રશિયાને બદલે સાઉદી અરેબિયા અને યુએઈ પાસેથી ઓઈલની ખરીદી કરે, પરંતુ એવું થતું દેખાઈ રહ્યું નથી. તેમણે પોતાનો દૂત પણ મોકલ્‍યો છે. વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો ઓઈલ ભંડાર છે, પરંતુ તે સપ્‍લાય કરી શકતો નથી.  બાઈડન હવે વિકલ્‍પ શોધી રહ્યા છે, પરંતુ કોઈ મળી રહ્યો નથી. બાઈડન હવે વેનેઝુએલાને પોતાના પક્ષમાં લેવા ઈચ્‍છે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here