હંમેશા ખુશ રહેતા લોકોનું આયુષ્ય હોય છે વધુ…!

હંમેશા ખુશ રહેતા લોકોનું આયુષ્ય હોય છે વધુ…!
હંમેશા ખુશ રહેતા લોકોનું આયુષ્ય હોય છે વધુ…!
એક અભ્યાસમાં આ કહેવત સાર્થક સાબિત થઇ છે. આ અભ્યાસમાં 21 વર્ષના 233 યુવાનોને સામેલ કરવામાં આવ્યા હતા. જીવનમાં દરેક પળે ખુશ રહેતા લોકો વધુ આયુષ્ય ધરાવતા હોવાનું આપણે વારંવાર સાંભળતા રહીએ છીએ. આ દરમિયાન યુવાનોના મૂડ અને તણાવની સ્થિતિનું આકલન કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, અમેરિકન વેટેરન્સ અફેર્સ દ્વારા ઉંમરને લઇને અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું કે ખુશ રહેતા લોકો હકીકતમાં લાંબુ આયુષ્ય ભોગવે છે.

Visit Saurashtra Kranti Homepage here

1980-90ના દાયકામાં આ લોકોમાં રહેલા આશાવાદ વિશે આકલન કરાયું. વર્ષ 2002થી 2010 દરમિયાન આ આકલન પૂર્ણ થયું. આ દરમિયાન 3થી 8 દિવસ સુધી ડાયરીમાં તણાવ અને મૂડ વિશેના ડેટાનો ઉલ્લેખ કરાયો. તેને જ લઇને એક રિસર્ચ રિપોર્ટ જનરલ ઑફ જેરોન્ટોલોજીમાં પ્રકાશિત કરાયો. તે અનુસાર જે લોકો આશાવાદ ધરાવે છે તેઓ તણાવપૂર્ણ પરિસ્થિતિઓ સામે લડીને આગળ આવે છે.

Read About Weather here

આશાવાદી લોકોના જીવનમાં તણાવપૂર્ણ સ્થિતિ ઓછી હોવાથી તેઓ ભાવનાત્મક રીતે પણ શ્રેષ્ઠ કામગીરી કરે છે. આશાવાદી લોકો દૈનિક જીવનમાં તણાવથી દૂર રહેવા માટે દલીલબાજીથી દૂર રહે છે. સંશોધકોને શંકા હતી કે નિરાશાવાદીઓને આશાવાદી બનતા વધુ વાર નહીં લાગતી હોય પરંતુ સંશોધકોની આ ધારણા ખોટી સાબિત થઇ હતી. ચક્કાજામ ટ્રાફિક કે પછી અન્ય વિચલિત કરતી સ્થિતિઓમાં પણ તેઓ શાંત રહે છે અથવા તો આ સ્થિતિને તણાવ માનતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here